Site icon Revoi.in

હવે સુંદર દેખાવવા સ્કિન પર ગ્લો લાવવા મોંધા ખર્ચ છોડો, જાણીલો આ ફ્રીમાં મળતા હોમમેડ ઉત્પાદનો

Social Share

દરેક ઋતુમાં આપણે આપણી સ્કિનની કાળજી રાખવી ખૂબ જ જરુરી છે. કારણ કે ઠંડી હોય ભેજ હોય કે ગરમી હોય જેના કારણે સ્કિન ફાટી જાય છે,ચીકણી થઈ જાય છે કા તો રુસ્ક બની જાય છે. આ સાથએ જ બળતરા થવી કે પિમ્પલ્સ થવા જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે આવા સમયે આપણે દિવસ દરમિયાન નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એવી કેટલીક ટિપ્સ ફોલો કરવી જોઈએ કે જેના થકી તમારી સ્કિન ખૂબ સુંવાળી બને અને જેમેડ થતી અટકે તો ચાલો જોઈએ કેટલીક ટિપ્સ જે તમારા ચહેરાની સુંદરતાને બરકરાર રાખશે.

આ ઘરેલું ઉપચટારથી સ્કિન પર લાવો ગ્લો -થોડા જ દિવસોમાં મળશે રિઝલ્ટ

દરરોજ સવારે જાગીને સાદા પાણીથી ફએશ વોશ કરવો, ત્યાર બાદ કુવરપાઠું  લગાવી દેવું જ્યારે તમે ન્હાવા જાવ ત્યારે જ પછી તેને વોશ કરવું, આમ કરવાથી તનમારી રુસ્ક સ્કિન સુંવાળી બને છે.

દરરોજ સવારે જાગીને જ્યારે પણ ફેશ વોશકરો ત્યારે સાબુ કે કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ટાળવું,તેના બદલે તમે બેસન,જુવારનો લોટ,બાજરીનો લોટ વાપરી શકો છો.

વીકમાં 2 વાર જો શક્લીય હોય તો લીમડાના પાનની પેસ્ટનો ફેશ વોશ કરો, જે તમારી ત્વાચા પર ગ્લો તો લાવશે જ પરંતુ તમારી ત્વચાને દરેક નુકશાનથી પણ બચાવશે.

જ્યારે તમે ફ્રી હોવ ત્યારે  મધ મલાઈ અને હળદરનું મિશ્રણ બનાવીને ચહેરા પર 10 મિનિટ સુધી મસાજ કરો ત્યાર બાદ સ્ટિમ લઈને ફેશને વોશ કરી દો આમ કરવાથી બરછડ સ્કિન કોમળ બનશે

જ્યારે પણ વધુ સ્કિન ફાટી જાય ત્યારે મલાઈ અને હળદરના ફેસ પેકનો દિવસમાં એક વખત ઉપયોગ જરુરથી કરવો જે તમારી ફાટેલી સ્કિનને સુધારે છે

આ સાથે જ જ્યારે તમારા ચહેરા પર બ્લેક દાણા આવી જાય ત્યારે બહારના પ્રોડક્ટ વાપરવાને બદલે ઘરમાં રહેલા ગગરા ચણાનો લોટ લઈને સ્ક્રબ કરીલો જેનાથઈ સ્કિનને નુકશાન નહી થાય અને ત્વચા કુદરતી રીતે નિખરી આવશે,.