- ખીલ,ડાઘ તથા અન્ય સમસ્યાઓ થશે દૂર
- આ રીતે બનાવો નેચરલ જેલ
- ચહેરાની સમસ્યાથી મળશે રાહત
ધુળ, પ્રદૂષણ તથા ભાગદોડ વાળા જીવનમાં મોટા ભાગના લોકો પાસે પોતાના ચહેરાનું ધ્યાન રાખવાનો સમય નથી. તેના કારણે તેમને ચહેરા પર કેટલીક સમસ્યાઓ થાય છે જેમ કે ખીલ, ડાઘ તથા અન્ય એલર્જી જેવી પ્રોબલમ થાય છે. તો હવે આ માટેનું સોલ્યુશન આવી ગયું છે.
એલોવેરા જેલની 3 મોટી ચમચી, ઓર્ગેનિક હળદર પાવડર- 1 ચમચી અને ટી ટ્રી ઓઇલ 3-4 ટીપાં એક બાઉલમાં અને એલોવેરા અને ઓર્ગેનિક હલ્દી પાવડર સારી રીતે મિક્સ કરો. હવે તેમાં ટી ટ્રી ઓઇલના કેટલાક ટીપાં મિક્સ કરો. ધ્યાન રાખો કે પેસ્ટમાં બબલ્સ ના બને. તેને કોઇ ડબ્બામાં સ્ટોર કરી લો. આ જેલને તમારા ચહેરા, બોડી અને આઇ ક્રીમના રુપમા ઉપયોગમાં લો. તે ક્રીમ જેલ બેઇઝ હોવાથી તમે દરેક સીઝનમાં યુઝ કરી શકો છો.
પિંપલ્સના કારણે ચહેરો પણ ભદ્દો લાગવા લાગે છે. તેનાથી છુટકારો મેળવવા માટે છોકરીઓ ઘણા પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સનોઉપયોગ કરે છે, પરંતુ મોંઘી પ્રોડક્ટ્સ, ટ્રીટમેન્ટથી ત્વચા વધુ ખરાબ થઇ શકે છે. આવા સંજોગોમા તમે એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપુર હળદરમાંથી બનાવેલી જેલ લગાવી શકો છો. તેનાથી તમારી સ્કીન ગ્લો કરશે અને સાથે પિંપલ્સને પણ દુર થશે અને 2 જ દિવસમાં પરિણામ જોવા મળશે.
જો કે કેટલાક લોકોને આ પ્રકારના આયુર્વેદિક ઉપાય માફક આવતા નથી તો તેમના માટે તે લોકોએ કોઈ પણ પ્રકારની અખતરો કરે તે પહેલા ડોક્ટર કે જાણકાર પાસેથી સલાહ લેવી અત્યંત જરૂરી છે.