અમુક ઉંમર પછી લોકોના માથામાં વાળ સફેદ થવા લાગે છે. જો કે, આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં જંગફુડનું પ્રમાણ વધ્યું હોવાથી નાની ઉંમરમાં પણ સફેળ વાળ આવે છે. લોકો સફેદવાળથી છુટકારો મેળવા માટે માથામાં ડાય અને વિવિધ કલરનો ઉપયોગ કરે છે. પરંતુ તે આરોગ્ય માટે હાનીકારક હોવાનું મનાઈ રહ્યું છે. પરંતુ આપ સરળતાથી ઘરે ચાની ભૂકી અને કોફીથી સફેદ વાળમાંથી છુટકારો મેળવી શકો છો. ચા અને કોફીની ભૂકીથી ઘરે જ વાળ કાળા કરી શકાય છે.
પ્રાકૃતિક રીતે સફેદ વાળને કાળા કરવા માટે ચાની ભૂકીનો ઉપયોગ તમે સરળતાથી કરી શકો છો. સફેદ વાળને કાળા કરવા માટે 5-6 ચમચી ચાને ગરમ પાણીમાં ઉકાળી લો. ત્યાર બાદ તેને થોડું ઠંડું કરીને વાળના મૂળથી છેડા સુધી લગાવો. 35-40 મિનિટ સુધી તેને વાળમાં રહેવા દો અને પછી સામાન્ય ગરમ પાણીથી હેર વોશ કરી લો. તમારા વાળ પર તેનો રંગ ચઢશે. ચાની ભૂકીની અસરને થોડી વધારે વધારવા માટે ચાની ભૂકીમાં કોફીનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા વાળ પર અને તેનો વધારે રંગ જોવા મળશે. આ માટે તમે 2 ચમચી ચાની ભૂકીમાં 3 ચમચી કોફી મિક્સ કરો. તેને એક કપ પાણીની સાથે લગભગ 15 મિનિટ ઉકાળો. તેને વાળ પર અડધો કલાક લગાવીને વાળ ધોઈ લેવાથી વાળ કાળા થશે. ચાની ભૂકી લગાવ્યા બાદ તરત જ વાળને શેમ્પૂ કરવું જોઈએ નહીં તો વાળ પર તેનો રંગ યોગ્ય ચઢશે નહીં.