ઘૂંટણ અને કોણીની કાળશને કરો દૂર,અપનાવો કુદરતી ઉપાય
- ઘૂંટણની કાળાશ થશે દૂર
- સાથે કોણીની કાળાશને પણ કરો દૂર
- અપનાવો કુદરતી ઉપાય
શરીરમાં જ્યાં જ્યાં સાંધાનો ભાગ છે ત્યાં કાળાશ હોય છે, કુદરતી રીતે આ ભાગથી આપણા શરીરનું અંગ વળી શકે છે. હાથમાં કોણી, પગમાં ઢીંચણ અને ઘૂંટણ કે જ્યાં કાળાશ જોવા મળતી હોય છે, પણ હવે આ કાળાશને પણ દૂર કરી શકાશે અને તે પણ કુદરતી ઉપાયથી.
નાળિયેર તેલ ત્વચાની સ્ક્રિન ટોન લાઈટ કરવાનું કામ કરે છે. તમે એક ચમચી નાળિયેર તેલમાં લીંબુના થોડા ટીપાં નાખો અને કોણી અને ઘૂંટણની માલિશ કરો. લગભગ 30 મિનિટ પછી તેને સાફ કરો. થોડા દિવસો સુધી સતત આવું કરવાથી કાળાશની સમસ્યા ઘણી હદ સુધી દૂર થઈ જાય છે.
લીંબુના રસમાં એસિડનો ભાગ વધારે હોય છે આના કારણે કેટલાક લોકો તો લીંબુના રસને ચહેરા પર લગાવતા હોય છે તો કેટલાક લોકો શરીરની ત્વચા પર લગાવતા હોય છે. પણ શરીરના ઘૂંટણ અને કોણીની કાળાશને દૂર કરવા માટે લીંબુના રસની સાથે મધ પણ મિક્સ કરીને લગાવવું જોઈએ, અને 15-20 મિનિટ પછી સાફ કરી દેવું જોઈએ. આ પ્રકારે કરવાથી ફરક જોવા મળશે.
દહીંમાં એક ચમચી ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટની જેમ તૈયાર કરો. આ પેસ્ટ કોણી, ઘૂંટણ અથવા અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં લગાવો. તેને હળવા હાથે મસાજ કરો. 20 મિનિટ પછી ધોઈ લો. આવું દરરોજ કરવાથી ત્વચા કાળાપણું ઘટાડવા સાથે ખૂબ મુલાયમ બનશે.
જો કે આ પ્રકારની સારવાર અથવા ઘરેલું ઉપાય કેટલાક લોકોને માફક આવતા નથી તો તે લોકોએ આ પ્રકારનો ઉપાય કરતા પહેલા જાણકાર અથવા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.