ગળાની ખરાશને આ રીતે કરો દૂર,નહીં પડે મોંઘી દવાઓની જરૂર
બદલાતા હવામાનની પ્રથમ અસર સ્વાસ્થ્ય અને ત્વચા પર પડે છે. આ સિઝનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાંથી પેટમાં ઈન્ફેક્શન, ખાંસી, ગળામાં દુખાવો, તાવ જેવી સમસ્યાઓ ઝડપથી શરીરને ઘેરી લે છે. આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમે નાની માના ઘરેલુ ઉપચારનો પણ ઉપયોગ કરી શકો છો. ગળાના દુખાવાથી રાહત મેળવવા માટે તમે મુલેઠીનું સેવન કરી શકો છો. તો ચાલો જોઈએ કે તમે કેવી રીતે આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે મુલેઠીનું સેવન કરી શકો છો.
મુલેઠી ખાવાના ફાયદા
આયુર્વેદમાં મુલેઠીનો ઉપયોગ દવા તરીકે થાય છે.તે ઘણી બીમારીઓથી રાહત મેળવવામાં મદદ કરે છે. મુલેઠીમાં એન્ટિબાયોટિક્સ, એન્ટિઓક્સિડન્ટ્સ અને પ્રોટીન જેવા પોષક તત્વો મળી આવે છે.આ સિવાય કેલ્શિયમ પણ જોવા મળે છે. શરદી, ખાંસી, ગળામાં ખરાશ જેવી સમસ્યાઓથી રાહત મેળવવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે.
આ રીતે મુલેઠીનો કરો ઉપયોગ
મુલેઠી ગળા માટે રામબાણ ગણાય છે. જો તમને ચેપને કારણે ગળામાં દુખાવો થાય છે, તો તમારે મુલેઠીને ચુસવું જોઈએ. તેનાથી તમારા ગળાને ઘણી રાહત મળશે.
જો તમને ગળામાં ખરાશ હોય તો મુલેઠીને પીસીને તેનો પાવડર તૈયાર કરો.તમે પાઉડરને મધમાં મિક્સ કરીને પી શકો છો.તેના પાવડરનું સેવન કરવાથી તમને માઈગ્રેનના દુખાવામાં પણ ઘણી રાહત મળશે.
મુલેઠી અને આદુમાંથી બનેલી ચાનું સેવન કરીને તમે ગળામાં ખરાશ જેવી સમસ્યાઓથી પણ રાહત મેળવી શકો છો.તમે મુલેઠી પાવડર અને આદુને થોડીવાર પાણીમાં ઉકાળો.પછી તમે તૈયાર કરેલા મિશ્રણને ગાળી લો અને તેને એક કપમાં કાઢી લો.તમે દિવસમાં બે વાર આ ચાનું સેવન કરી શકો છો.
જો તમને આંખો સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમે તેનું સેવન કરી શકો છો. મુલેઠીનું સેવન કરવાથી આંખોમાં બળતરા અને લાલ આંખો જેવી સમસ્યાઓથી પણ રાહત મળશે.