1. Home
  2. ગુજરાતી
  3. બે મોઢાવાળા વાળથી હવે મેળવો છૂટકારો,આ રહી તે માટેની ટ્રિક્સ
બે મોઢાવાળા વાળથી હવે મેળવો છૂટકારો,આ રહી તે માટેની ટ્રિક્સ

બે મોઢાવાળા વાળથી હવે મેળવો છૂટકારો,આ રહી તે માટેની ટ્રિક્સ

0
Social Share

દરેક લોકો ઈચ્છે છે કે તેમને હંમેશા સુંદર વાળ મળે, તેના માટે લોકો દરેક પ્રકારના પ્રયાસ પણ કરતા હોય છે પણ શિયાળામાં તો તકલીફ વધી જ જતી હોય છે. આવામાં જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વાળની સમસ્યાથી છુટકારો મળી રહે છે. જો વાત કરવામાં આવે એલોવેરા જેલની તો તેનો ઉપયોગ કરવાથી વાળ સુંદર અને સ્વસ્થ રહે છે અને તેની સમસ્યાઓ પણ દુર થાય છે.

એલોવેરાના ઉપયોગ ઘણા પ્રકારના બ્યૂટી પ્રોડક્ટ્સમાં કરવામાં આવે છે. આ ત્વચા અને લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. આ વાળ સાથે સંબંધિત ઘણી સમસ્યાઓને જૂર કરવામાં મદદ કરે છે. તેમાં બે મોઢા વાળા વાળની સમસ્યા પણ શામેલ છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે ઘણા પ્રકારે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છે.

આ બે મોઢા વાળા વાળની સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદ કરે છે સાથે જ આ વાળને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. તેનો ઉપયોગ કરવાથી વાળને મુલાયમ બનવામાં મદદ કરશે.

એલોવેરા જેલ અને નાળિયેરનું તેલએક બાઉલમાં 2 ચમચી નારિયેળ તેલ લો. તેમાં એક ચમચી એલોવેરા જેલ ઉમેરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને માથાની ચામડી અને વાળ પર લગાવો. હવે એક ટુવાલને ગરમ પાણીમાં પલાળીને વાળમાં બાંધો. 10 મિનિટ પછી તેને કાઢી લો. આ પછી તમે શેમ્પૂથી વાળ ધોઈ શકો છો. તમે અઠવાડિયામાં એકવાર આ કરી શકો છો. તેનાથી સ્પ્લિટ એન્ડ્સની સમસ્યાથી છુટકારો મળશે. આ સાથે તે વાળને ઝડપથી ઉગાડવામાં પણ મદદ કરશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code