Site icon Revoi.in

અનિયમિત ધબકારાની સમસ્યાથી મેળવો છૂટકારો, અપનાવી લો નવી લાઈફસ્ટાઈલ

Social Share

કેટલાક લોકોને આજના સમયમાં હ્યદયની બીમારી હોય છે, ખાસ કરીને કેટલાક લોકો કોલેસ્ટ્રોલની બીમારીથી પણ હેરાન થતા હોય છે. પણ આ બધુ થવા પાછળના કારણ ઘણા બધા હોય શકે છે. જાણકારોના કહેવા પ્રમાણે વ્યસ્ત શેડ્યૂલ, માનસીક તણાવ, સ્ટ્રેસવાળું જીવન અનેક પ્રકારના કારણો હોઈ શકે છે. અને આ બધાને કારણે હાર્ટને લગતી બીમારીઓ થવાની સંભાવનાઓ વધતી હોય છે.

આ પ્રકારની બીમારીઓની સાથે સાથે કેટલીક વાર, સ્થૂળતામાં વધારો થવાને કારણે લોકો હાર્ટ એટેક અથવા હૃદય સંબંધિત અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે.

પહેલાના જમાનામાં ઘણીવાર એક ઉંમર પછી હાર્ટ પ્રોબ્લેમ થતો હતો, પરંતુ આજના જમાનામાં યુવાનોને પણ હ્રદયની ઘણી બીમારીઓ થઈ રહી છે. હૃદયના નબળા પડવાના કારણે લોકોને અનિયમિત ધબકારાની સમસ્યા થવા લાગી છે. આ રોગને એરિથમિયા પણ કહેવાય છે.

શરીરમાં બ્લડ શુગરનું વધતું લેવલ પણ હૃદય રોગનું મૂળ બની શકે છે. જેમને ડાયાબિટીસની સમસ્યા હોય તેમણે અનિયમિત હૃદયના ધબકારાથી ગ્રસ્ત ન હોવું જોઈએ. જો કે, આ સમસ્યા મોટાભાગના આવા દર્દીઓને પરેશાન કરે છે. આ સ્થિતિમાં બ્લડ શુગર લેવલને હંમેશા કંટ્રોલમાં રાખવાનો પ્રયાસ કરો.

એવું કહેવાય છે કે વધતું વજન પણ હૃદયની બીમારીઓનું કારણ છે. ભારે વર્કઆઉટ અથવા કસરત હૃદયના ધબકારા ઝડપી બનાવી શકે છે. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયની બીમારીઓ થવા લાગે છે. હાઈ કોલેસ્ટ્રોલ હ્રદય સંબંધિત રોગોનું મહત્વનું કારણ છે. શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે ઓછી સંતૃપ્ત ચરબી અને ફાઈબરથી ભરપૂર વસ્તુઓ ખાઓ.