1. Home
  2. ગુજરાતી
  3. હવે તંદુરસ્ત રહેવા માટે આ કેટલીક ટેવ પાડી દો,હેલ્ધી પણ રહેશો અને જીવન જીવવું બનશે સરળ
હવે તંદુરસ્ત રહેવા માટે આ કેટલીક ટેવ પાડી દો,હેલ્ધી પણ રહેશો અને જીવન જીવવું  બનશે સરળ

હવે તંદુરસ્ત રહેવા માટે આ કેટલીક ટેવ પાડી દો,હેલ્ધી પણ રહેશો અને જીવન જીવવું બનશે સરળ

0
Social Share
  • દરોરજ સવારે તાલવાની આદત રાખોટ
  • હળવી કસરત કરવાની આદત પાડો
  • નીચે બેસીને જમવાની આદત રાખો

 

સામાન્ય રીતે આજની ફાસ્ટ લાઈફમાં સૌ કોઈ દરેક સુવિધાઓ વચ્ચે જીવી રહ્યું છે, પણ આ સુવિધાઓ ક્યાંકને ક્યાંક શરીરને નબળી બનાવી રહી છે,જેમાં ખાસ કરીને નીચે ન બેસવું એટલે કે જમવા માટે ડાયનિંગ ટેબલનો ઉપયોગ, ક્યારેય ચાલવું નહી, કપડા ઘોવા માટે વોશિંગ મશીલ ,પોતું મારવા માટે મોપ આ દરેક ટેવ તમારા શરીરને નબળી પાડે છે.

કારણ કે શરીરને બિલકુલ કષ્ટ ન આપતા શરીર મેસ્વિતા તરફ વળે છે, છેવટે ચરબી જમા થાય છે અને અનેક બિમારીઓ શરીરમાં પ્રવેશે છે, તો હવે પાડીદો કેટલીક ટેવો જે તમારા જીવનને વધુ સરળ અને તંદુરસ્ત બનાવશે.આ સાથે જ રોજીંદા જીવનમાં સવારે થોડો સમય તમારે કસરત માટે કાઢવો જોઈએ જે તમારા જકડાય થયેલા શરીરને ફરતું બનાવે છે.

આટલી આદતો તમને રાખશે તંદુરસ્ત

દરોરજ સવારે ચાલવાની આદત – જો તમે જોબ કરતા વ્યક્તિ છો તમને સમય ઓછો મળે છે, તો તમારે રોજ સવારે જાગીને 30 મિનિટ ઓછામાં ઓછી ચાલવાની આદત રાખવી જોઈએ કારણ કે વધુ પડતું બેસી રેહવાથી શરીર ખરાબ થાય છે,જેથી ચાલવાની તમારી આદત તમારા શરીર માટે ખૂબ સારી સાબિત થશે.

જમ્યાના 30 મિનિટ બાદ જ પાણી પીવું – જો તમારે હેલ્ધી રહેવું છે તો  ભોજન સાથે પાણી ન પીવું જોઈએ. ઘ ખોરાક ખાતી વખતે પાણી પીવાથી ગેસ્ટ્રિક ગીઝ થાય છે, જેના કારણે ખોરાક મોડેથી પચી જાય છે. આ કિસ્સામાં એસિડિટી પણ થાય છે. આ રીતે ભોજન સાથે પાણી પીવાથી બ્લડ શુગર લેવલ વધે છે.એટલે જમ્યા બાદ 30 મિનિટ બાદ પાણી પીવો તે વધુ સારું રહેછે.

નીચે બેસીને જ જમવું જોઈએઃ- આજકાલ સુવિધા ખૂબ વધી છે, એટલે લોકો જમીન પર પલાઠી વાળઈને બેસતા નથી,જમવા માટે ડાયનિંગ ટેબલનો ઉપયોગ કરે છે, જો કે ક્યાંકને ક્યાંક તમને આ ટેબલ આળસું બનાવી રહ્યું છે,જેથી જમવા માટે નીચે જ બેસવું જોઈએ તે પણ પલાઠી વાળીને જેનાથઈ જીવનભર તમારા પગ વળતા રહેશે,દુખાવો પણ નહી થાય અને તમારું જીવન સરળ બનશે, જો તમ ેટેબલનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને પગને આળસું બનાવી રહ્યા છો જે અનેક બીમારી નોતરી શકે છે.

સાદા ટોયલેટનો પણ ઉપયોગ કરવો- આજકાલ દરેક ઘરોમાં ઈગ્લીશ ટોયલેટ જોવા મળે છે, જે તમારી તંદુરસ્તીનો નાશ કરે છએ જી હા કારણ કે આ ટોયલેયમાં આરામથી બેસી જઈએ છે અને વધુ સમય કાઢતા હોઈએ છે જેથી આ ટોયલેય તમને આળસસું બનાવે છે, અને કમર તથા પગને કામ કરતા બંધ કરેછે,જેથી બને ત્યા સુધી ઘરમાંમ યેક સાદુ ટોયલેય રાખવું હિતાવહ છે. જે એક એક્સેસાઈઝનું કામ કરીને તમારા પગ અને કમરને સારી રીતે વાળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code