તમારા સંતાનોને બાળપણથી આ ટેવો પાડી દો, મોટા થતા બાળકોને જીદ કરવાની ખોટી આદત નહી રહે
દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમનું બાળક સંસ્કારી બને જીદ ન કરે અને આદર્શોનું પાલન કરે, જો કે આટલી બધી બાળકની મહાનતા પામવા માટે તમારે નાનપણથી તેને શિક્ષણ આપવું પડશે, આ માટે તે જીદ્દી ન બને તે બાબતનું ધ્યાન રાખવું પડષે, જો કે જીદ તો દરેક બાળકો કરતા હોય છે તો આ જીદને દૂર કરવા શું કરવું જાણીએ, જેથી કરીને બાળકની એકાગ્રતા વધશે અને તે અભ્યાસ સહીત ઈતર પ્રવૃત્તિઓમાં પણ ધ્યાન આપી શકે
આ માટે બાળકને નાનપણથી વાચવા માટે પ્રેરિત કરવા જોઈએ, હિન્દી અને અંગ્રેજી સિવાય અન્ય કોઈપણ વિદેશી ભાષા શીખવો. આનાથી બાળકમાં વધારાની કુશળતા પણ આવશે અને બાળકની જીદ આમા ધ્યાન લાગી જતા ઓછી થઈ જશે અને સમય જતા જતા બાળક શઆંત થશે ,જો કે સાથે તેની સાથે રમત ગમત પણ કરતા રહો
આ સાથે જ બાળકને સિંગીગ શોખવો જેનાથી તેનું મગજ શાંત રહેશે. બાળક જ્યારે નાનું હોય એટલે કે નાનપણથી જ વહેલા ઉઠવાની ટેવ પાડવી ખૂબ જ જરૂરી છે. તેનાથી બાળકોનું મન સક્રિય રહે છે.
આ સાથે જ બાળકોને અભ્યાસ કોર્સના પુસ્તકો સિવાય પણ કેટલાક સારા પુસ્તકો બાળકોને વાંચવા માટે આપો, સ્ટોરી અથવા કાવ્યસંગ્રહ એવું પણ વાંચવા આપો, વાંચનની ટેવ ખૂબ જ જરૂરી છે, જેથી તેઓ નવી વસ્તુઓ શીખી શકે.
બીજી વાત એ કે બાળકોને સક્રિય બનાવવા માટે, તેમની સાથે કોઈ વિષય પર વાત કરો અને તેમને ફાયદા અને ગેરફાયદા વિશે જણાવો. શકશે.આ બધી પ્રવૃત્તિઓ કરવાથી બાળકનું મન કામમાં અને ભણવામાં લાગશે જેથી કરીને તેની એકાગ્રતા પણ સારી બનશે અને છેવટે તે જીદમાંથી પણ બહાર આવી જશે