હવેથી નવું ગેસ કનેક્શન લેવું પણ મોંધુ થયુ – 750 રુપિયાના વધારા સાથે 16 જૂનથી નવા દર લાગૂ
- નવું ગેસ કનેક્શન લેવું મોંધુ થયુ
- 750 રુપિયાનો વધારો ઝિંકાયો
દિલ્હીઃ- દેશભરમાં પેટ્રોલ -ડીઝલ સહીત રાંઘણ ગેસ તથા કોર્મશિયલ ગેસની કિમંતોમાં દિવસેને દિવસે વધારો નોંધાતો જઈ રહ્યો છે,આ સાથે જ ખાણી પીણીની વસ્તુઓ પર પણ મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે. ત્યારે હવે જો તમારે ઘર માટે નવું ગેસ કનેક્શન લેવું હશે તો તેમાં પણ વધારે રુપિયાની ચૂકવણી કરવી પડશે
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ગેસ સિલિન્ડરના ભાવ વધારાની સાથએ સાથે હવેથી નવા ગેસ કનેક્શનના ભાવ પણ વધારી દેવામાં આવ્યા છે. પેટ્રોલિયમ કંપનીઓએ ઘરેલૂ ગેસના નવા કનેક્શનની કિંમતો વધારી છે. પહેલા એક સિલેન્ડરના કનેક્શન માટે પહેલા 1 હજાર 450 રૂપિયા ચૂકવવા પડતા હતા. પજો કે હવે આ કનેક્શન લેવા માટે તમારે 750 રુપિયા વધુ ચૂકવવા પડશે હવેથી નવુ કનેક્શન 2 હજાર 200માં મળશે,બીજી તરફ રેગ્યુલેટર નખરીદવા માટે પણ 150 રૂપિયાની જગ્યાએ હવે 250 રૂપિયા ખર્ચ કરવો
પેટ્રોલિયમ કંપનીઓ તરફથી 14.2 કિલો વજનવાળા ગેસ સિલેન્ડરના કનેક્શન પર પ્રતિ સિલેન્ડર 750 રૂપિયાનો વધારો ઝિંકાયો છે.આ સાથએ જ બે સિલિન્ડર વાળા કનેક્શનમાં 1500 રુપિયા વધૂ ચૂકવવા પડશે એટલે કે હવે તે 4 હજાર 400માં પડશે જે પહેલા માત્ર 2 હજાર 900 રુપિયામાં મળતું હતું ,પ્રાપ્ત જાણકારી પ્રમાણે કંપનીઓ તરફથી આ નવા દરો આવતી કાલે એટલે કે 16 જૂનથી લાગૂ કરવામાં આવશે.