સૂરજ ઊગ્યા પેહલા જ પથારીમાંથી જાગી જવું એટલે જીવન માં જગ્યા બરાબર..અનેક છે ફાયદા
- વહેલા જાગવાથઈ દિવસ લાંબો લાગે છે
- તમારા દરેક કાસ સમયસર પતી જાય છે
- આરોગ્ય વહેલા જાગવાથઈ રહે છે તંદુરસ્ત
સામાન્ય રીતે આજની ફાસ્ટ લાઈફમાં લોલો મોડા જાગતા થયા છે. રાત્રે માડો સુવાની ટેવ જાગવાના સમયમાં વધારોલ કરી દે છે, ત્યારે આજે પણ જે લોકો સુરજ ઉગતા પહેલા જાગે છે તેમની તંદુરસ્તી બરકરાર રહે છે, સુરજ પહેલા જાગવાની આદત તમારા સ્વાસ્થ્યને કાયમ તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.આ સાથે જ વહેલા જાગવાના ફાયદાઓ પણ ઘણા છે.
વર્ષોથી આપણે સાંભળીએ છે કે, વહેલું જાગવું એ સ્વાસ્થ્ય માટે ફાયદા કારક હોય છે,પરંતુ આ શિયાળાની ઠંડીમાં વહેંલુ જાગવું એટલે ઓહોહોહો જાણો આપણી તો દુનિયા લૂટાઈ જાય….પરંતુ જો સ્વસ્થ રહેવું છે તો વહેલા જાગવા માટે આળસ આળસની ખંખેરીલો. અને વહેલા જાગીને તમારા શરીરને તંદુરસ્ત બનાવવા તરફનો એક રસ્તો બનાવીલો.
. પૌરાણિક શાસ્ત્રોમાં પણ આવાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જો કે આજકાલની ફાસ્ટ લાઈફમાં ઘણું બયગુ બદલાયું છે ,લોકોના સુવા તેમજ જાગવાનો સમય ખોળવાય છે જેના કારણે અનેક બીમારીઓ થવાની સંભાવના રહેલી સવારે વહેલા જાગવાથી માનસિક સ્વાસ્થ્ય માટે લાભકારક છે. તે એન્ડોર્ફિન અને સેરોટોનિનને મુક્ત કરવામાં પણ મદદ કરે છે, જે તમારા શરીરના કુદરતી મૂડ અને કોન્ફિડન્સ વધારનારા છે.
સવારે વહેલા જાગી જવાથી તમારા ઘરના અને બહારના રોજના કામો પતાવવા માટે પૂરતો સમય મળી રહે છે જેથી તમારો આખો દિવસ ટેન્શન ફ્રી રહે છે.
ખાસ કરીને સ્ત્રીઓ જ્યારે ઘરમાં લેટ જાગે છે ત્યારે તેમના મોટા ભાગના કામનો સમય ખોળવાય છે અને છેવટે આખો દિવસ કામ ન પતવાની ફરીયાદ અને ચિંતા રહે છે.
સવારે વહેલા ઉઠીને કસરત કરવાથી શરીરમાં એક અલગ તાજગી જોવા મળે છે જે તમને દિવસ દરમિયાન સમગ્ર કામ કરવામાં એક અલગ એનર્જી પ્રાપ્ત કરે છે.
આમ જોવા જઈએ તો સવારનો સમય એવો છે કે તમે તમારા મહત્વના નિર્ણયો લેવા માટેનો ખાસ વિચાર આ સમયે કરી શકો છો, સવારના તાજગી ભર્યા વાતારણમાં મન શઆંત હોય છે.
સવારના સમયે માણસનું મગજ આરામ દાયક અને ફ્રેશ રહે છે. આ સાથે સવારે ફિઝિકલ એક્ટિવિટી કરવાથી બ્રેઇનને પૂરતો ઓક્સિજન મળે છે અને એની ક્ષમતા પણ સુધરે છે.
રોજ સવારે વહેલા ઊઠવાથી દિવસ લાંબો બને છે જેથી કામ કરવાનો સમય વધુ મળે છે. વહેલો દિવસ શરૂ થવાથી સાંજ પડે ત્યાં સુધીમાં વધુ કામ પણ પૂરું કરી શકાય છે.
તો હવે આળસ ખંખેરીને જલ્દી જાગતા થઈ જાઓ, જાગ્યા ત્યાથી સવાર