ગાંધીનગર: જિલ્લામાં આવેલું મહુડી ખાતે જૈનોનું તિર્થસ્થાન આવેલુ છે. આ તિર્થસ્થાન જાણીતું છે. માત્ર જૈનો જ નહીં પણ અન્ય સમાજના લોકો પણ દર્શન માટે આવતા હોય છે. ઘંટાકર્ણ મહાવીર ભગવાનના દર્શનું અનેરૂ મહાત્મ્ય છે. મહુડીના આ મંદિરમાં કાળી ચૌદસના દિવસે જ પૂજા અર્ચના અને હવન કરવામાં આવે છે. ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે જ પૂજા થતી હોવાના કારણે વિશેષ મહત્વ આપવામાં આવે છે. ત્યારે મહુડી ખાતે રવિવારે કાળી ચૌદશને લઈ હવન યોજાશે. યાત્રાધામ મહુડી મંદીર ટ્રસ્ટ દ્વારા રવિવારે કાળી ચૌદશનું હવન બપોરે 12.30 શરૂ થશે. રવિવારે વહેલી સવારે 5.30 વાગે પ્રક્ષાલ વિધિ યોજાશે. સવારે 10 વાગ્યા બાદ વરખ પૂજા યોજાશે.
ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે, જે તેજા કાળી ચૌદસના દિવસે જ પૂજા અર્ચના અને હવન કરવામાં આવે છે. મહુડીમાં ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે જ પૂજા થતી હોવાને કારણે વિશેષ મહત્વ આપવામાં આવે છે. જૈન સમુદાયના લોકો કાળી ચૌદસના દિવસે મોટી સંખ્યામાં દર્શન અને પૂજા અર્ચન માટે અહીં આવે છે. આ દિવસે વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડતા હોય છે. બપોરે હવન પણ કરવામાં આવે છે. મહુડીના મંદિરે 108 વાર ઘંટ વગાડવામાં આવે છે. દરેક ઘંટના નાદ સાથે હવનમાં આહુતિ આપવામાં આવે છે. આહુતીના સમયે મંદિર પરીસરમાં હાજર ભક્તો દરેક આહુતી સમયે દોરી પર એક ગાંઠ બાંધે છે.
મહુડી મંદિર ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષમાં એક જ વાર કાળી ચૌદશે ઘંટાકર્ણ વીરની પ્રક્ષાલની વિધી કરાય છે. જેમાં વીરના જમણા અંગુઠે કેસર પૂજા કરવામાં આવે છે. બપોરે મોટી પૂજાવિધી થાય છે. આ દિવસ શ્રદ્ધાળુઓ માટે ખાસ હોય છે. આ દિવસે શ્રધ્ધાળુઓ પગના અંગુઠાથી માથા સુધીની લંબાઇ ધરાવતી નાડાછડી અથવા લાલ રંગની કંદોરી (દોરી) ની 108 ગાંઠો વાળે છે. પહેલો ડંકો વાગે જૈન-જૈનેત્તર ભાવિકો દ્વારા કંદોરીની 1 કલાકે 1 ગાંઠ વાળવામાં આવે છે. સર્વ મનોકામના પૂરી કરતો 108 ગાંઠોનો દોરો અતિ પવિત્ર ગણવામાં આવે છે. વીરના સંગે સમગ્ર વાતાવરણ ભકિતના રંગથી રંગાઇ જાય છે. આ પૂજા વિધી સમયે એકદમ નીરવ શાંતિ પ્રવર્તે છે. આ દિવસે મંદિરમાં સુખડી બનાવવાનું એક ખાસ મહત્વ હોય છે. મહુડીની સુખડી પ્રખ્યાત છે, એટલુ જ નહિ, આ મંદિરની સુખડી બીજે ક્યાંય બહાર લઈ જઈ શકાતી નથી તેવી માન્યતા છે.