Site icon Revoi.in

ચૈત્રી પુનમ નિમિત્તે ચોટીલામાં ઉમટ્યું ભકતોનું ઘોડાપુર

Social Share

ચોટીલા: ચામુંડા માતાજીના મંદિરે ચૈત્રી પુનમ નિમિત્તે ભકતોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ચૈત્રી પૂનમ વર્ષમાં આવતી સૌથી મોટી પૂનમ હોવાથી તેનું મહત્વ અનેરૂ હોય છે. ચૈત્રી પૂનમમાં હજારો માઈભકતો પગપાળા ચાલીને માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. તો ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા આવનાર તમામ યાત્રિકો માટે પ્રસાદરૂપી ભોજનની સરસ વ્યવસ્થા કરવામાં આવે છે.

આજરોજ ચૈત્રી પુનમ હોવાથી ચોટીલામાં બિરાજમાન ચામુંડા માતાજીના ડુંગર પર હજારોની સંખ્યામાં માઈભકતોનો ધસારો જોવા મળ્યો હતો. દર્શનાર્થે આવતા યાત્રિકો સાથે અનિચ્છનીય બનાવ ના બને તે માટે 240 જેટલા પોલીસ જવાનોનો મસમોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે,ચૈત્રી નવરાત્રી અથવા શારદીય નવરાત્રી પર ભક્તો મોટી સંખ્યામાં માતાજીના મંદિર ખાતે ઉમટી પડતા હોય છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.