રામનગરી અયોધ્યામાં કાર્તિક પૂર્ણિમાંને લઈને ભક્તોનું ઘોડાપુર -કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
- અયોધ્યામાં દેવ દિવાળીની તડામાર તૈયારીઓ
- આજે કાર્તિક પૂર્ણિમાંને લઈને ભક્તોની ભીડ જામી
લખનૌઃ- આજે દેશભરમાં દેવદિવાળીનો પર્વ મનાવવામાં આવશે ત્યારે રામનગરી અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે,આજે કાર્તિક પૂર્ણિમાનું સ્નાન સોમવારે સાંજે 4 વાગ્યાથી શરૂ થનાર છે, જે બીજા દિવસે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. લાખો શ્રદ્ધાળુઓ સ્નાન માટે આવવાની શ્કયતાઓને પગલે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.
રામનગરી અયોધ્યામાં પોલીસ પ્રશાસને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ઘાટ પર મોટી સંખ્યામાં બોટ અને વોટર પોલીસ પણ વોશ માટે ગોઠવવામાં આવી છે આજરોજ સોમવારે બપોરથી જ ટ્રાફિક ડાયવર્ટ કરવાના આદેશ પણ અપાઈ ચૂક્યા છે.
આ સાથે જ ભક્તોની ભીડને કંટ્રોલમાં રાખવા નદી તરફ વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પહેલા દિવસથી, ગુપ્તચર એજન્સીઓ ક્ષણે ક્ષણે જાસૂસી કરી રહી છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આઠ એડિશનલ એસપી, 24 ડેપ્યુટી એસપી, 170 ઈન્સ્પેક્ટર અને સબ ઈન્સ્પેક્ટર, 12 મહિલા સબ ઈન્સ્પેક્ટર, 1200 હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિત 150 મહિલા કોન્સ્ટેબલ સુરક્ષામાં ગોઠવાયા છે.
જો વાહન વ્યવસ્થા વિશે વાત કરીએ તો શહેરની બહાર વાહનોને રોકવા માટે મોટા પાયે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.સ્નાનની સલામતી માટે મેળાના વિસ્તારને પાંચ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. અધિકારીઓની તૈનાતી ઉપરાંત એક કંપની CRPF, પાંચ કંપની PAC, ATS, BDS સહિતની એક કંપની ફ્લડ પીએસી મુખ્ય સ્થળોએ તૈનાત કરવામાં આવી છે.