- ચીનના વિશાળ દૂરબીને એફઆરબી જેવા રહસ્યમય સંકેતો પકડયા
- રહસ્યમય સંકેતોનો સ્ત્રોત 3 અબજ પ્રકાશવર્ષ દૂર હોવાની શક્યતા
- ચીની મીડિયા દ્વારા સોમવારે અપાઈ છે જાણકારી
ચીનના ખગોળ વૈજ્ઞાનિકોએ વિશ્વના સૌથી મોટા અને સૌથી વધારે સંવેદનશીલ રેડિયો દૂરબીન પર વારંવાર થનારા ફાસ્ટ રેડિયો બર્સ્ટ (એફઆરબી) જેવા રહસ્યમય સંકેતોને પકડયા છે. આ રહસ્યમય સંકેતોનો સ્ત્રોત પૃથ્વીથી લગભગ ત્રણ અબજ પ્રકાશવર્ષ દૂર હોવાની શક્યતા છે. ચીનના મીડિયાએ સોમવારે આના સંદર્ભે જાણકારી આપી છે.
ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સિસના નેશનલ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરીઝના સંશોધકોએ કહ્યુ છે કે વૈજ્ઞાનિકોને 500 મીટર લાંબા અપર્ચર સ્ફેરિકલ રેડિયો ટેલિસ્કોપ દ્વારા આ રહસ્યમય સંકેતને પકડયા છે અને તેના સંદર્ભે ઝીણવટભર્યું અધ્યયન કરાય ર્હયું છે. ફાસ્ટ રેડિયો બર્સ્ટ બ્રહ્માંડમાં અત્યાર સુધીના જ્ઞાત સૌથી પ્રકાશીય પ્રસ્ફોટ છે.
ચીની મીડિયા મુજબ, ઓગસ્ટના આખરથી સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં 100 બર્સ્ટની જાણકારી મળી છે. આ અત્યાર સુધી જોવામાં આવેલા બર્સ્ટની સૌથી વધુ સંખ્યા છે. એફઆરબી ચમકીલા, વણઉકલ્યા અને સેકન્ડના લાખમાં ભાગવાળી પ્રકાશીય ઝાંખીઓ હોય છે, જે આકાશગંગાની બહાર ઘટિત થાય છે.