- આદુનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક
- ચાથી લઇને ખાવાની વસ્તુઓમાં આદુનું સામ્રાજ્ય
- રોગોને ચપટીઓમાં જ કરી દેશે દૂર
આદુ દરેક ઘરમાં રોજ વાપરવામાં આવે છે. તેની તાસીર ગરમ હોવાથી તેનું મોટાભાગનું સેવન શિયાળામાં કરવામાં આવે છે. શિયાળો આવતાની સાથે જ ઘરમાં આદુની માંગ વધી જાય છે. અને ચાથી લઇને ખાવાની વસ્તુઓમાં પણ આદુ જોવા મળે છે. આદુ માત્ર સ્વાદ જ પુરતું જ નહી પરંતુ ઔષધિય ગુણોથી પણ ભરપૂર છે. આદુનો ઉપયોગ ઘણી બધી તકલીફોમાં રામબાણનું કામ કરે છે
આદુમાં પ્રોટીન, કાર્બો હાઈડ્રેટ્, આયરન, કેલ્શિયમ જેવા પોષક તત્વ જોવા મળે છે. જે આપણા શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આદુ ખાવાથી અનેક ફાયદા થાય છે. અને રોગોને દૂર પણ કરે છે.
પેટના રોગ માટે ફાયદાકારકઃ- આદુનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. ઘણીવાર ભોજન પચવામાં સમસ્યા થઈ જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે ઘી કે મધ સાથે આદૂનો રસ લેવો જોઈએ. અપચો, ગેસ, પેટનો દુખાવો, એસિડિટી અને ઝાડાની તકલીફ થાય તો પણ આદુનું સેવન કરવું. તેનાથી પાચનક્રિયા સુધરે છે.
માથાનો દુખાવોઃ-જે લોકોને માઈગ્રેનની સમસ્યા છે, તેમને માટે આદુ રામબાણ છે. જ્યારે પણ માઈગ્રેનનો અટેક આવે ત્યારે આદુની ચા બનાવીને પીવો. તેને પીવાથી માઈગ્રેનમાં થનારો દુખાવો અને ઉલ્ટીથી ખૂબ રાહત મળશે.
શરદી-તાવઃ-શિયાળામાં શરદી, તાવ અને ઉધરસ જેવી નાની-મોટી સમસ્યા થવી સામાન્ય વાત છે. તેનાથી બચવા માટે નિયમિત રૂપે આદુનું સેવન કરો. આ શરીરને ગરમ રાખે છે. જેનાથી પરસેવો આવે છે અને શરીર ગરમ બન્યુ રહે છે.
સાંધાનો દુખાવોઃ-આદુમાં દુખાવારોધી ગુણધર્મો છે. જે સંધિવાથી રાહત આપે છે. લાંબા સમયથી સાંધાનો દુખાવો રહેતો હોય તો આદુનો રસ, અશ્વગંધાનો પાવડર, શૈલાકી ચૂર્ણ, હળદરનો પાવડર સમાન માત્રામાં મિક્ષ કરી મધ સાથે મેળવીને પછી ગરમ દૂધ અથવા ગરમ પાણી સાથે પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
દેવાંશી-