ગીરઃ બાગાયતની સહાય મળતા આંબાનું વાવેતર વધ્યું
અમદાવાદઃ ગીર વિસ્તા નજીકનાં ગામો જ્યાં બેડીયામાં શરૂ થયું આંબાનું વાવેતર સારું રિજલ્ટ મળતા બીજા ખેડૂતો પણ બાગાયતી ફળ પાકનું વધુ વાવેતર કરવાં લાગ્યા છે બાગાયતની સહાય મળતા આંબાનું વાવેતર વધ્યું છે.
જે વિસ્તારમાં બાગાયતી ખેતી થતી ન હતી જ્યાં આંબાનાં ફળ પાક માટે ઉપયોગી થતા ના હતા તેવા વિસ્તારમાં બાગાયતી ખેતી કરીને આંબાનું વાવેતર કરવામાં આવ્યું છે. સહકારી માન્યતા પ્રાપ્ત નર્સરી થકી છેલ્લા 3 વર્ષથી સરકારી યોજના અંગેમાર્ગદર્શન આપવામાં આવ્યું. આંબાની ખેતીનાં ખેડૂતોને ફાયદા જણાવવામાં આવ્યાં હતા.
વાવેતર માટે ખેડૂતોની સાથે મળી બાગાયતમાં થતા ફાયદા જણાવી નવા વાવેતર માટે જણાવવામાં આવ્યું હતું. ખેડૂતોને માર્ગદર્શન આપવાનાં કારણે ખેડૂતો હાલ બાગાયત તરફ વળી રહ્યા છે અને મબલક આંબાનું વાવેતર કરી રહ્યાં છે. આંબાનું સારૂ વાવેતર જોઈ અન્ય ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા છે.