દરેક સ્ત્રીઓ સુંદર અને આકર્ષક પરિઘાન પહેરવાનું પસંદ કરે છે તેમના કબાટમાં અવનવી સ્ટાઈલના કપડાઓ જોવા મળે છે, જો કે ખાસ કરીને અનેક ટોપ કુર્તી કે ટ્યુનિક માત્ર જીન્સ કે કોટન પેન્ટ્સ જ પહેરી શકાય એવું હવે રહ્યું નથી, કારણ કે હવેના દાયકા માં નવી-નવી સ્ટાઇલનાં પેન્ટ ટ્રેન્ડમાં છે, જેમાં આજકાલ તો કોલેજિયન ગર્લ્સથી લઈને વર્કિંગ વૂમેન એન્કલ પહેરવાનું વધુ પસંદ કરે છે.
એન્કલના નામમાં જ એન્કલનો અર્થ મળી આવે છે, પગની ઘુટી સુધી પહેરવામાં આવતું બોટમ વેરને એન્કલ તરીકે ઓળખીએ છે. જેમાં ખાસ કરીને રબર નાખવામાં આવે છે, જેથી તે પહરવામાં સરળ અને અનુકુળ રહે છે, જે પગ પાસેથી ટાઈટ હોય છે પગની ઘુટી સુધી ટૂંકી હોય છે.
માર્કેટમાં હાલ અનેક પેટર્નનાં પેન્ટ આવ્યાં છે જેના પર ટોપ પહેરવામાં મોટા ભાગની યુવતીઓ કનફ્યુઝ થઈ જતી હોય છે, કારણ કે આ પેન્ટની ડિઝાઇન નોર્મલ કરતાં જુદી હોવાને લીધે એની સાથે રેગ્યુલર કુર્તી, શર્ટ કે ટોપ તો નહીં જ સારાં લાગે. ત્યારે આવી સ્થિતમાં એન્કલ પેન્ટ એક એવું બોટમ વેર છે કે તેના સાથે તમે કુર્તી, ટી શર્ટ કે પછી ટોપ પણ મેચ કરી શકો છો.
આ સાથે જ પહેરવામાં તે ખૂબ જ કમ્ફર્ટેબલ લાગે છે. એમા પણ જો ખાસ કરીને તમે પ્રવાસ દરમિયાન કે મુસાફરી દરમિયાન એન્કલ પહેરશો તો તમને એકદમ ફ્રી ફીલ થશે, તેને સાચવવાની કે, પગ નીચે આવવાની કે બીજી કોી માથાકૂટ રહેતી નથી.
કોટનની એન્કલમાં નેટની પેટન્ટઃ- ખાસ કરીને જે કોટનની એન્કલ આવે છે તેમાં પગની નીચેની સાઈટમાં એક ડિઝાઈનર લેસ મૂકવામાં આવે છે જે પગને વધુ આકર્ષક બનાવે છે, મોટે ભાગે કોટનની લોંગ કૂર્તિમાં મહિલાઓ આ એન્કલની પસંદગી વધુ કરે છે,