Site icon Revoi.in

યુવતીઓએ ઠંડીથી બચવું છે અને પોતાની સ્ટાઈલ પણ બરકરાર રાખવી છે જો જાણઓ આ કેટલાક સ્કટાઈલિશ ગરમ પડા વિશે

Social Share

શિયાળો આવી ગયો છે આવી સ્થિતિમાં વિકેન્ડમાં જ્યારે બહાર ફરવા કે ડિનર પર જવાનું હોય ત્યારે કપડાની પસદંગી કરવામાં વાર લાગે છે,કારણ કે આપણે ધ્યાન રાખવું પડતું હોય છે કે ઠંડી ન લાગે અને આપણી સ્ટાઈલ પણ જળવાઈ રહે ,આવો માં તમને કેટલાક કપડાની વાત કરીશું જે તમે શિયાળાની સાંજે પણ પહેરી શકો છો જેનાથી ઠંડી પણ નહી લાગે અને તમારી ફએશન પણ બરકરાર રહેશે.

કોટી

જ્યારે તમે કુર્તી અથવા ડ્રેસ પહેર્યા હોય ત્યારે ઉપરના ભાગને ઠંડીથી કવર કરવા માટે અને સાથે ફ્રેન્સી દેખાવા માટે કોટી પહેરી શકો છો, આ કોટી તમે કપડા અનુરુપ કલર અને ડિઝાઈનની પસલંદ કરીલો જેથી ઠંડીથી રક્ષણ મળે અને ફેશન પણ જળવાઈ,કોટીમાં લોંગ અને શોર્ટ બેવ ડિઝાઈનમાં મળે છે.

બેલ્ટ જેકેટ

તમે અવનવા ફેશનેબલ સ્વેટર કેરી કરી શકો છો, જે જીન્સ સાથે અને કૂર્તી સાથે પણ શૂટેબલ હોય છે,આ વર્ષે બેલ્ટવાળા સ્વેટર પહેરી અને તમારા મોડર્ન લુકમાં ચાર ચાંદ લગાવી શકો છો.આ સાથે જ આ સ્વેટર તમે સ્કર્ટ કે ટ્રાઉઝર સાથે પહેરી શકો છો.જેનાથી ઠંડી પમ નહી લાગે અને ફેશન પણ જળવાશે

પગોડા શોલ્ડર

આ વર્ષે પગોડા શોલ્ડર સ્ટાઈલ ફરીથી જોવા મળશે. આ સ્ટાઈલના સ્વેટર પણ તમે ખરીદી શકો છો. જે તમારી ફેશનનો રંગ ફીકો નહી પડવા દે અને તમે ફેન્સ્રી લૂક સાથે નિખરી આવશો.

લેઘર જેકેટ

જો તમને શાનદાર અને હટકે લૂક શિયાળાની ઠંડીથી બચવાની સાથે જોઈએ તો લેઘરના જેકેચ પહેરો, જે તમને જીન્સ પર વધુ શૂટેબલ હોય છે.ધર જેકેટ તમે જીન્સ, સ્કર્ટ સાથે પહેરી શકો છો. આ સીઝનમાં લેધરનો ક્રેઝ વધારે હોય છે.

ડેનિમ જેકેટ 

ઠંડીથી બચવું હોય તો બેસ્ટ ઓપ્શન છે ડેનિમના જેકેટ અથવા તો કોટી જે તમે કુર્તી પર પહગેરી શકો છો, આ સાથે જ શર્ટ કે પછી ટી શર્ટ પર જીન્સ કેરી કરીને ડેનિમના જેકેટચ કેરી કરી શકો જે તમને ઠંડીથી રક્ષણ આપશે,

ઊનનું વન પીસ સાથે લોંગ શૂઝ

જો તમે નાઈટ પાર્ટી કરી રહ્યા છો અને વન પીસ પહેરવું છે તો તમે ગરમ કાપડમાંથી બનેલું વન પીસ કેરી કરી શકો છો તેના સાથે તમે લોંગ ગુંઘણ સુધીના ચામડાના શૂઝ કેરી કરીલો જેથી તમને પગમાં છંડી નહી લાગે અને તમારો લૂક પણ સ્ટાઈલિશ બનશે.