- ફેશન વર્લ્ડમાં વ્હાઈટ ડ્રેસમો ક્રેઝ
- યુવતીઓની પહેલી પસંદ છે આ સફેદ રંગના વસ્ત્રો
યુવતીઓ ફેશનની બાબતે એક સ્ટેપ આગળ હોય છે, ક્યારે શું પહેરવું અને કયો કલર પસંદ કરવો તેને પહેલા પ્રાધાન્ય આપે છે, દરેક યુવતીઓ ક્લોથવેરની પસંદગી કરતા વખતે કલરને વધુ મહત્વ આપે છે,વસ્ત્રની ડિઝાઈન સાથે સાથે કલર કયો પસંદ કરવો તે પણ તેમની ફર્સ્ટ ચોઈસ હોય છે.
વ્હાઈટ શર્ટ, વ્હાઈટ કુર્તી અને વ્હાઈટ ગાઉનને યુવતીઓ વધુ પસંદ કરે છે, ખાસ કરીને ઘરમાં જ્યારે કોઈ ઓકેશન હોય ત્યારે દરેક લોકો વ્હાઈટ કપડાની થીમ રાખે છે,વ્હાઈટ કપડા દરેક યુવતીઓને શોભે છે, કોલેજ કરતી યુવતીઓ હોય કે ઓફીસ વર્ક કરતી મહિલાઓ દરેક લોકો વ્હાઈટ કપડાને પ્રાધાન્ય આપે છે, આ સાથે જ પુરુષોમાં પણ વ્હાઈટ શર્ટ અને ટિશર્ટ ફેવરીટ બન્યા છે.
યુવતીઓ વ્હાઈટ સ્કર્ટની ઉપર ડેનિન શર્ટ પહેરવાનો આગ્રહ રાખે છે જેનાથી રિચ લૂક અને સ્ટાઈલિશ દેખાવ પ્રાપ્ત થાય છે, તો પુરુષો પણ જીન્સ સાથે વ્હાઈટ શર્ટ અને ટિશર્ટ પહેરીને પોતાને સ્ટાલિશ લૂક પ્રદાન કરે છે.આ સાથે જ વેડિંગમાં પણ યુવતીઓ વ્હાઈટ ગાઉનને પસંદ કરે છે.
ઓફિસવેઅર તરીકે તમે સફેદ રંગના સુતરાઉ વેસ્ટર્ન કપડા તમને ફોર્મલ લૂક આપે છે, આ પ્રકારના વસ્ત્રોમાં ખાસ પેટર્ન, બોર્ડર કે એમ્બ્રોઈડરી હોય તો ઓફીસમાં તમે પહેરી શકો છો. પ્લેન કોટનના કપડા તમને અણખટ કરે છે જેથી તેમાં કોઈ વર્ક લેસ કે કંઈક બીજી પેટર્ન હોય તે વધુ મહત્વની વાત છે.જ્યારે ચીકન અથવા કાંજીવરમની સફેદ સાડીમાં વ્હાઈટ અથવા ક્રીમ કલરની બોર્ડર મૂકાવામાં આવે તો તે વધુ સ્ટાઈલીશ બને છે