Site icon Revoi.in

યુવતીઓએ મોનસૂનમાં કોટનના કપડાને કહેવું જોઈએ ટાટા-બાય-બાય , આ પ્રકારના કાપડ રહેશે અનુકુળ

Social Share

 

સામાન્ય રીતે ચોમાસામાં આપણે અવાર નવાર ભીંજાઈ જતા હોઈએ છીએ આવી સ્થિતિમાં જો કપડા હલકા અને પાતળા પહેર્યા હશએ તો તે તરત સુકાઈ જશે, આ સાથે જ કોટનના કપડા જલ્દી ન સુકાવાની સાથે તે શરીર પર ચોંટી જાય છે.

આ સિઝનમાં ખઆસ સિન્થેટીક કપડા પહેરવામાં વધુ ઈઝી રહેશે. રેયોનમિક્સ , ટેરેલીન , પોલીયેસ્ટર , કોટનમિક્સ , નાયલોન, વિસકોસ ,માઈક્રો, લાયક્રા વગેરે જેવા મેઈન મેડ સિન્થેટીક કાપડ ચોમાસામાં ફુલ ડીમાન્ડમાં હોય છે આ પ્રકારના કપડા ભીંજાવા છતા જલ્દી સુકાઈ જાય છએ, છેવટે બિમાર થવાનો કે શરદી થવાનો ભય ઓછો હોય છે.

આ કાપડમાંથી બનતા કપડા પહેરવામાં કમ્ફર્ટેબલ હોવાની સાથે સાથે શરીર પરથી ભેજને દૂર રાખે છે તથા શરીર પર ચોંટતા પણ નથી. તેમજ આ કાપડ કોટનની સરખામણી એ ખૂબજ ઓછું પાણી શોષે છે એટલે ઝડપથી સૂકાઈ પણ જાય છે . ઉપરાંત આ કાપડ પલળ્યા બાદ પણ તેમાંથી કલર જતો નથી અને કીમતમાં પણ જોઈએ તો કોટન કરતા સિન્થેટીક કપડા સસ્તા હોય છે. તો આ ચોમાસે તમે પણ વિવિધ પ્રકારના સિન્થેટીક કપડા જેવા કે ટ્રાઉઝર , ટોપ, કુર્તા, વેસ્ટર્ન-ઇન્ડોવેસ્ટર્ન આઉટફીટ , દુપ્પટા વગેરે ખરીદી લેજો….ચોમાસા દરમ્યાન કોટન ક્લોથ્સ ને ટા ટા બાય-બાય

ચોમાસામાં ખાસ સિલ્ક,સિન્થેટિક કપડાની પસંદગી કરો

ચોમાસામાં જેમબને તેમ કોટન ક્લોથ્સને અવોઈડ જ કરવા જોઈએ જેમ બને તેમ સિન્થેટીક કપડા પહેરવાનું પસંદ કરવું જોઈએ કારણ કે  તે જલ્દી સુકાઈ જાય છે,ભઈજાયા હોય તો પણ જલ્દી સુકાવાથી શરદી કે બિમાર થવાની શક્યતાઓ ઘટે છે.

જાણો વરસાદમાં કેવા કપડા પહેરવા જોઈએ

વરસદાની સિઝનમાં રેયોનમિક્સ , ટેરેલીન , પોલીયેસ્ટર , કોટનમિક્સ , નાયલોન, વિસકોસ ,માઈક્રો, લાયક્રા જેવા મેઈન મેડ સિન્થેટીક કાપડાને અપરનાવવા જોઈો, આ પ્રકારના કપડા પહેરવામાં કમ્ફર્ટેબલ હોવાની સાથે સાથે શરીર પરથી ભેજને પણ દૂર રાખે છે તથા શરીર પર ચોંટતા પણ નથી. તેથી આ પ્રકારના કપડા પહેરવાનો આગ્રહ રાખો.