- લેગિંસને ક્યારેય બ્રશ વડે ઘોવી ન જોઈએ
- લેગિંસને લિક્વિડ વડે વોશ કરવી જોઈએ
- તેને ટાઈટ રીતે નીચવવાની ટાળવી જોઈએ
યુવતીઓ બોટમ વેરમાં જીન્સને વધુ પ્રાધાન્ય આપતી હતી જો કે બદલતા સમય સાથે હવે જીન્સની જગહ્યા લેગિંસે લીઘી છે,આરામદાયક બોટમ વેરમાં લેગિંસ બેસ્ટ ઓપ્શન છે,તેથી જ દરેક છોકરીના કપડામાં લેગિંસ હોય જ છે. યુવતીઓ લેગિંસને કોઈ પણ પ્રકારના ટોપ સાથે કેરી કરી શકે છે.કુર્તી હોય કે ટી-શર્ટ, તમે લેગિંગ્સ કોઈપણ સાથે જોડી બનાવી શકો છો. લેગિંસ આરામની સાથે સ્ટાઇલિશ લુક આપે છે.
લેગિંસની વધુ માંગને કારણે બજારમાં ઘણી વેરાયટી ઉપલબ્ધ છે. પ્લેન લેગિંગ્સથી લઈને પ્રિન્ટેડ લેગિંગ્સ તમને માર્કેટમાં મળી જશે. જો કે, લેગિંગ્સની એક સમસ્યા એ છે કે તે ખૂબ જ ઝડપથી નરમ પડી જાય કે ખરાબ થઈ જાય છે. લેગિંગ્સ થોડી વાર પહેર્યા પછી ઢીલી પડી જાય છે. ક્યારેક લેગિંગ્સનું ફેબ્રિક પણ ઘસાઈ જવા લાગે છે. આવી સ્થિતિમાં, તમે તમારા મનપસંદ લેગિંગ્સ માટે પૈસા લો છો, પરંતુ તમે તેને લાંબા સમય સુધી ટકાવી શકતા નથી. તો ચાલો જોઈએ લેગિંસને લાંબો સમય સુધી નવી ને નવીજ રાખવા માટેની કેટલીક ટિપ્સ.
સામાન્ય રીતે કપડાં વધુ ધોવાથી બગડે છે. લેગિંસ ખરાબ થવા પાછળ આ મોટું કારણ છે. જરૂરિયાત કરતાં વધુ કપડાં ધોવાથી તેમનું જીવન ટૂંકું થાય છે. તેથી લેગિંસને બે કે ત્રણ વાર પહેર્યા પછી તેને ધોવાનો પ્રયાસ કરો. આનો અર્થ એ નથી કે તમારે મેલી લેગિંસ જ પહેરવી જોઈએ. જો જરૂરી હોય તો સારી રીતે ધોઈ લો
કેટલીકવાર તમને ખબર નથી હોતી કે કયા ફેબ્રિકને કેવી રીતે ધોવા. આવી સ્થિતિમાં ખોટી રીતે ધોવાને કારણે કપડાં પણ બગડી જાય છે. લેગિંસની સામગ્રી સ્ટ્રેચી હોય છે અને મોટાભાગના લેગિંસ સ્પાન્ડેક્સ, નાયલોન અને સુતરાઉ કાપડમાંથી બનેલા હોય છે. જો તમે લેગિંસને સખત રીતે ધોશો તો તે બગડી જશે. તેનેહળવા હાથે ઘોવી જોઈએ અને બ્રશ ક્યારેય ન લાગવવું જોઈS
આ સાથે જ લેગિંસ જેવા કપડાં ધોવા માટે હંમેશા ઠંડા પાણીનો ઉપયોગ કરો. જો શક્ય હોય તો લેગિંસને હાથથી ધોઈ લો. વોશિંગ મશીનનો ઉપયોગ કરવાથી તેનું આયુ ઘટે છે.
કપડાંને ધોવાની સાથે સાથે સૂકવવાની યોગ્ય રીત પર પણ ધ્યાન આપવું જોઈએ. લેગિંગ્સને ડ્રાયરમાં બિલકુલ સૂકવશો નહીં. ડ્રાયરની વધુ ગરમી તમારા લેગિંગ્સને નુકસાન પહોંચાડી શકે છે. તેમાં છિદ્રો લાવી શકે છે. લેગિંગ્સને હવામાં સૂકવવા દેવાને બદલે સપાટ સપાટી પર સુકાવો.
આ સાથે જ લેગિંસ પર કોઈ હેવી લિક્વિડ જેમકે બ્લિચિંગ પાવડર કે બ્લિંચિંગ વોટર ક્યારેય વાપરવું જોઈએ નહી