સામાન્ય રીતે સ્ત્રીઓ પોતાને સુંદર અને આકર્ષક લૂક આપવા માટે અલગ અલગ કપડાઓની પસંદગી કરતી હોય છે, પ્રસંગ પ્રમાણે તેઓ કપડા પહેરવાનું પસંદ કરે છે, ખાસ કરીને વેસ્ટર્ન કપડાની જો વાત કરીએ તો ટોપ ઉપર બોટમવેરની જો યોગ્ય પસંદગી કરવામાં આવે તો પરફેક્ટ પેર બનવાની સાથે આપણો લૂક આકર્ષક લાગે છે. પરંતુ એક વાચ ચોક્કસ યાદ રાખવી જોઈએ કે આપણું ટોપ કે કુપર્તી કયા પ્રકારની છે તે રીતે બોટમવેરની પસંદગી કરવી ,કારણ કે આકર્ષક દેખાવ માટે કપડાની પરફએક્ટ પેર હોવી જરુરી છે.તો ચાલો જોઈએ કયા પ્રકારના ટોપ સાથે કયા બોટમવેર શૂટ થાય છે.
રાઉન્ડ ટોપ સાથે ધોતી સલવાર
જો તમે શોર્ટ રાઉન્ડ ટોપની પસંદગી કરો છો તો તેના પર ઘોતી સલવાર આકર્ષક લાગે છે, અને પહેરવામાં પણ તે આરામદાક હોય છે, આ સાથે જ ટોપ પર તમે જીન્સ એ પણ એન્કલ લેંથમાં પસંદ કરી શકો છો. જેનાથી પ્રોફેશનલ લૂક મળશે જ્યારે ધોતી સલવારમાં વેસ્ટ્રન કમ ટ્રેડિશનલ જેવો દેખાવ મળશે.
લોંગ કુર્તી સાથે એન્કલ લેગિંસ
આજકાલ માર્કેટમાં એન્કલ સાઈઝમાં લેગિંઝનો ખૂબજ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જો તમે કોઈ પણ લોંગ કુર્તી કેરી કરો છો તો સાથે આ લેગિંસ કેરી કરશો તો તમારી પેર પરફેક્ટ બનશે
ટિશર્ટ સાથે જીન્સ
કોઈ પણ પ્રકારની ટિ શર્ટ સાથે જીન્સ તમને સારો જ લૂક આપે છે આ સાથે જ ટીશર્ચ સાથે જીન્સ એક કમ્ફર્ટેબલ પેર બને છે.
ક્રોપટોપ સાથે જીન્સ અને સ્કર્ટ
જો તમને ક્રોપ ટોપ પહેરવું ગમે છે, તો તેના પમ આજલાક કોલેજ ગર્લ સ્કર્ટની સપંદગી વધુ કરી રહી છે,કારણ કે આ ટોપ સાથે લોંગ સ્ક્રટ આકર્ષક લૂક આપે છે, આ સાથે જ તમે જીન્સ પણ કેરી કરી શકો છો.
લોંગ કુર્તી સાથે ચણીયો
ઘરારા સ્ટાઈલ પણ આજકાલ ફેમસ બની છે, જેમાં તમારી પાસે ડબલ કટ કુર્તી, સાઈડ કટ કુર્તી હોય તો તેના નીચે તેની સાથે ચેમિંચ થાય તેવો ચણીયો અથવા પહોળો પ્લાઝો પહેરી શકાય છે.તેનાથી તમારો લૂક ટ્રેડિશનલ બનશે
જો તમારી પાસે કોટનના મટરીયલ્સમાં શોર્ટ ટોપ હોય તો તમે તેના કલર મેચિંગ પ્રમાણે એન્કલ સાઈઝના સ્ક્ર્ટની પસંદગી કરી શકો છો જે તમને આરામદાયક અને કંઈક અલદ દેખાવ પ્રદાન કરે છે.