- ગિરનાર રોપવેમાં જવુ મોંઘુ પડશે,
- દિવાળી પહેલા સંચાલકોએ ભાડામાં તોતિંગ વધારો કર્યો,
- હવે રૂપિયા 699 વ્યક્તિદીઠ ચુકવવા પડશે,
જૂનાગઢ : દિવાળીના તહેવારોમાં જુનાગઢના ગરવા ગિરનાર જવા માટે પ્રવાસીઓમાં ભારે ભીડ રહેતી હોય છે. પ્રવાસીઓ ગિરનારના પગથિયા ચડવા કરતા રોપવેમાં જવાનું પસંદ કરતા હોય છે. એટલે સવારથી રાત સુધી રોપવેમાં પ્રવાસીઓમાં ભારે ભીડ જોવા મળતી હોય છે. પણ રોપવેના સંચાલકોએ દિવાળી પહેલા જ રોપવેના દરમાં રૂપિયા 100નો વધારો કરી દીધો છે.
ગિરનાર પર્વત પર જવા રોપ-વે ના ભાડામાં પણ વધારો કરાયો છે. દિવાળી પહેલા ગિરનાર રોપ વેના ભાડામાં 10 ટકા વધારો કરાયો છે. ગિરનાર પર્વત પર આવન જાવન માટે પહેલા 600 રૂપિયા ભાડું વસૂલાતું હતું. પરંતું 600 રૂપિયાને બદલે હવે પ્રવાસીઓએ રૂ.699 ચૂકવવા પડશે. ગિરનાર રોપ-વેમાં ચાર વર્ષ બાદ ભાડામાં વધારો કરાયો છે. રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો લિમિટેડે ગિરનાર રોપ-વેનું ભાડું 10 ટકા વધાર્યું છે. વધતા ખર્ચ અને મેન્ટેન્સની બાબતને ધ્યાને લઇ રોપ વે ઓથોરિટી દ્વારા કરાયો વધારો છે. જોકે, જૂનાગઢના સ્થાનિક લોકો અને ડોલીવાળાઓ માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2022 માં ગીરનાર રોપ-વેની મુસાફરીની ટીકીટનો ભાવ 700 રૂપિયા હતો. ગીરનાર રોપ વેની મુસાફરીમાં 13ટકા GSTનો ઘટાડો થતા ટિકિટના ભાવ ઓછા કરાયા હતા. રોપ વેના આવન જાવન માટે 700 રૂપિયાની જગ્યાએ ભાવ ઘટાડીને 623 રૂપિયા કરવામાં આવ્યા હતા. ત્યારે બે વર્ષ બાદ હવે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.