- વરસાદી ઋુતુમાં બિમારીથી બચાવા આટલું કરો
- તમારા ઘરની આસપાસ પાણી ન ભરાય. તેનું ધ્યાન રાખવું
- ઘરનો વોશ એરિયા કોરો રાખવાની આદત પાડવી
- ઘરના ટેરેસ પર નકાનની વસ્તુ ન રાખવી
સામાન્ય રીતે આજકાલ વાદળછાયું વાતાવરણ રહે છે, આ સાથે જ વરઝાડી ઝાપટાનું આગમન પમ શરુ જ છે, આવી સ્થિતિમાં બીમાર પડવાની શક્યતાઓને નકારી શકાય નહી. તે સાથે જ પાણીનો ભરાવો થવાના કારણે મચ્છરજન્ય રોગો ભય ફેલાય છે,ખાસ કરીને ડેન્ગ્યૂ મેલેરિયા જેવોથી રક્ષણ મેળવવું જોઈ આ રોગો ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે, જો સમયસર સારવાર ન મળે અને પુરતુ ધ્.યાન ન આપવામાં આવે તો આ રોગ વધવાની શક્યતાઓ પણ વધે છે.
મચ્છર કરડવાથી અનેક બિમારીઓ શરીરમાં પ્રવેશે છે, અને મચ્છર થવાનું મોટૂ કારણ પાણી જ્યા ત્યા હરાય રહેવાનું હોય છે જેથી ખાસ મચ્છરજન્ય રોગોથી બચવા માટે નાની નાની બાબતોનું ધ્યાન રાખવું આપણા આરોગ્ય માટે કારી બાબત છે.
મચ્છર દ્રારા કેવી રીતે ફેલાઈ છે આ પ્રકારના રોગો -જાણો
મેલિરિયાના ચેપ માટે પ્લાઝમોડિયમ પરોપજીવી જવાબદાર છે અને માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. તે મચ્છરો શરીરમાં 18 દિવસ સુધી વિકસે છે અને પછી તે મચ્છર વ્યક્તિને કરડે ત્યારે તેની લાળ દ્વારા શરીરમાં પ્રવેશે છે. એકવખત મલેરિયા પરોપજીવી લોહીના પ્રવાહમાં પ્રવેશે પછી વ્યક્તિના શરીરમાં તાવ, ઠંડી, પરસેવો, માથાનો દુખાવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે,જેથી આવા રોગોને અટકાવવા માનવ શરીર માટે જરુરી છે.
જાણો ચોમાચામાં મચ્છરજન્ય રોગોથી બચવા શું-શું કરવું જોઈએ
- તમારા ઘરની આસપાસના વિસ્તારોમાં નકામા પાણીનો સંગ્રહ ન થાય તેનું ધ્યાન રાખવું . જો આવા ખાબોચિયા કે ખાલી પડેલી વસ્તુઓમાં પાણી ભરાયેલું રહે છે તો તેને ખાલી કરીને કોરું કરી દો, ખાબોચિયાને પણ માટી વડે પુરી દો.
- દરરોજ સાંજે 6 વાગ્યા પહેલા ઘરના બારી બારણા બંધ કરીદો, જે અંધારા બાદ તમે ખોલી શકો છો, કારણ કે સાંજના સમયે મચ્છરોના આતંક વધુ જોવા મળે છે.
- બને ત્યા સુધી સાંજના સમયે આખી સ્લિવ કે જેનાથી તમારા હાથ કવર થાય તેવા તપડા પહેરવાનું રાખો, શોર્ટ કપડા પહેરવાનું ટાળવું જોઈએ,
- ડેન્ગ્યુઃ આ મચ્છરો વહેલી સવારે અને સાંજ પહેલા સૌથી વધુ કરડે છે
- ડેન્ગ્યુ એડીસ મચ્છર દ્વારા સૌથી વધુ ફેલાય છે. આ મચ્છર મોટાભાગે વહેલી સવારે અને સાંજ પહેલા કરડે છે. તે કોઈપણ પ્રકારના કન્ટેનર, થોડું પાણી ભરાયેલું હોય તો પણ, પ્રજનન કરી શકે છે.જેથી ખાસ પાણી ક્યાય ન ભરાય તેની કાળજી લેવી જોઈએ.
- આ સાથે જ સમય-સમય પર તમારા કૂલરમાંથી પાણી બહાર કાઢી નાખો તેની સાફાઈ કરો, વાપરવાના પાણીની ટાકી સાફ રાખો.
- ટોઈલેટ્સ અને કિચનમાં રહેલા ગટરના પાઈપ લાઈનનો હોલ ખુલ્લા હોય તો તેની સફાઈ કરવી, અને બને તો તેમાં દવાનો છંટકાવ કરવો,
- રહેણાક વિસ્તારના આસપાસ ખુલ્લી ગટર લાઈન્સ, ખુલ્લી કચરા ટોપલીઓ અને કચરાનો ઢગલાઓ, અનહાઈજેનિક સ્થળો છે અને આ ઘાતક જંતુઓ માટે પ્રજનના સ્થળો છે. જથી આવા સ્થળો પર દવાનો છંટકાવ જરુરી છે.