શિયાળામાં રોજ સવારે બાળકોને આપો કેસર નાખીને ગરમ કરેલું દૂધ – રોગપ્રતિકારક શક્તિ બનશે મજબૂત
શિયાળામાં આપણે અનેક ડ્રકાયફ્રૂટ સેવન કરતા હોઈએ છીએ સાથે જ મરી મસાલાનું સેવન પણ ગુણકારી ગણવામાં આવે છો,જો કે આજે વાત કરવાના છે કેસરની, દરરોજ સવારે તમે અને બાળકોને દૂધમાં કેસર નાખઈને આપવું જોઈએ કારણ કે કેસરથી આરોગ્ય નિરોગી બની રહે છે સાથે જ કેલાક અદભૂત ફાયદાઓ આરોગ્યને થાય છે. કેસરવાળું દૂધ બાળકની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે તો મોટા લોકો માટે પણ આ દૂધ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.
કેસરની તાસીર ગરમ હોય છે. એવામાં શિયાળામાં બાળકને કેસરવાળુ દૂધ પીવડાવવાથી તેને મોસમી બીમારીઓથી બચાવી શકાય છે. આ ઉપરાંત કેસરયુક્ત દૂધ બાળકની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અને બાળક જલદી બીમાર નહીં પડે. કેસરયુક્ત દૂધ બાળકને ફ્લૂથી બચાવવામાં મદદ કરે છે.
બાળકને કેસરયુક્ત દૂધ આપવાથી તેમનાં હાડકાં મજબૂત બને છે અને હાડકાંનો વિકાસ સારી રીતે થાય છે. ઘણાં બાળકો બહુ જલદી થાકી જાય છે. તેમને કેસરવાળું દૂધ આપી શકાય છે. તેનાથી તેમની શક્તિ વધે છે સાથે જ તેઓ સતત કાર્યશીલ રહેશએ તો પણ થાકશે નહી. આ સાથે જ સ્કિન પર ગ્લો પણ કેસર દ્રારા આવે છે
બાળકને કેસરયુક્ત દૂધ આપવાથી તેમનું પાચનતંત્ર મજબૂત બને છે. કેસરમાં રહેલ એન્ટીબાયોટિક અને ગુડ બેક્ટેરિયા પેટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. કેસરવાળું દૂધ પીવાથી બાળકનું પેટ સાફ રહે છે અને ગટ હેલ્થ પણ મજબૂત થાય છે.જે બાળકોને ખોરાક ન પચતો હોય તેમના માટે કેસર વાળું ગરમ દૂધ બેસ્ટ ઓપ્શન છે.
નાની ઉંમરે બાળકોની આંખોની રોશની ઝાંખી પડી ગઈ હોય તો તેવા બાળકો માટે કેસર રામબાણ ઈલાજ છે.બાળકને કેસરયુક્ત દૂધ પીવડાવવાથી તેની આંખની રોશની વધે છે. કેસરમાં રહેલ બીટા કેરોટીન રેટિનાને મજબૂત કરવામાં મદદ કરે છે. બા
બાળકને કેસરયુક્ત દૂધ પીવડાવવાથી તેમની ત્વચા પર આવેલ રૂક્ષપણાની સમસ્યા સરળતાથી દૂર થાય છે. કેસરયુક્ત દૂધ બાળકની ત્વચાને કોમણ બનાવે છે. બાળકને કેસરયુક્ત દૂધ પીવડાવવાથી તે લાંબા સમય સુધી હેલ્ધી રહે છે.