તમારા જૂના કપડાને પણ હવે આપો ન્યૂ લૂક – આ ટિપ્સથી જીના ક્લોથવેરમાંથી બનશે અનેક નવી વેરાયટીઓ
દરેક લોકોને નવા કપડા પહેરવા ગમતા હોય ચે જો કે આપણે વારંવાર તો નવા તકપડા ખરીદી શકતા નથી આ સાથે જ જૂના કપડા ઘડી ઘડી પહેરીને પણ બોર થી જઈએ છીએ આવી સ્થિતિમાં કેટલી કેવી ટિપ્સ કામ લાગે છે જે તમારા જૂના કપડાને ફ્રેંસી લૂક આપીને નવા બનાવે છે.જૂના કપડામાં થોડી ક્રિએટિવ કરી તમે તેને બનાવી શકો છો આવો લુક આપી શકો છો, જે સ્ટાઇલિશ તેમજ ફેશન ટ્રેન્ડમાં હશે
જીન્સ
જો તમારી જીન્સ ફાટેલી છે તો તેને પણ તમે નવો લૂક આપી શકો છો, જો તમે એક જ જીન્સ પહેરીને કંટાળી ગયા હોવ, અથવા જીન્સ જૂનું થઈ ગયું હોય અને તમે હવે તેનો ઉપયોગ કરવા માંગતા નથી, તો તેને ફેંકી દેવાને બદલે,ફાટેલા અને જૂના જીન્સને કાપીને તમે નવા શોર્ટ્સ બનાવી શકો છો. જદીન્સને કાપીને તેને મશીન પર ઘાર ઓટીલો તૈયાર છે નવો શોર્ટ્સ
સાડી
એકને એક સાડી અવાર નવાર પહેરીને કંટાળી ગયા હોવ તો હવે સાડીમાંથી બનાવો ગાઉન,ઘણી વખત સાડી કે દુપટ્ટા જૂની થઈ જાય અથવા ફાટી જાય ત્યારે તેનો ઉપયોગ બંધ કરી દેવામાં આવે છે. પરંતુ આ કરવાને બદલે, તમે તેને સ્ટાઇલિશ સૂટ અથવા ઇવનિંગ ગાઉન બનાવી શકો છો.
શૂટમાંથી સોફાના કૂશનના કવર
જો તમારી પાસે જૂનો સૂટ છે, તો તમે ઘરે સોફા માટે તેનું કુશન કવર બનાવી શકો છો. તમારો પોશાક લો, તેને ગરદનથી નીચેથી કાપી નાખો અને તેને અલગ કરો. સૂટની બંને સ્લીવ્ઝ અલગ કરો. હવે એક કટ સ્લીવમાંથી જે ખાલી કપડું બચે છે તેને સોફાના આકારમાં બે ટુકડામાં વહેંચો. હવે તેના ચાર ભાગોને એકસાથે સીવી લો અને એક બાજુ ખુલ્લી રાખો. હવે આ કુશન કવરનો ઉપયોગ કરો.
ટી શર્ટ
ઘણા લોકો તેમના ટિશર્ટ પર મનપસંદ ગ્રાફિક રાખે છે. આ ટી-શર્ટ ખૂબ જ સસ્તા હોય છે પરંતુ થોડા સમય પછી તે બગડવા લાગે છે. આવી સ્થિતિમાં તેને નવો લુક આપીને ફરી ઉપયોગ કરી શકાય છે. હોલ્ટર-નેક ટોપ અથવા ડ્રેસ બનાવવા માટે આ ટી-શર્ટને ચંકી બેલ્ટ સાથે જોડી શકાય છે બેલ્ટથી તમને ન્યૂ લૂક મળશે.