Site icon Revoi.in

ગ્લોબલ અપ્રૂવલ રેટિંગઃ- વિશ્વના સૌથી વધુ સ્વીકાર્ય નેતા બન્યા પીએમ મોદી, ગ્લોબલ અપ્રૂવલ રેટિંગ 66 ટકા 

Social Share

દિલ્હીઃ- ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના કોરોનાકાળ દરમિયાન પણ વિશ્વના અનેક દેશોમાં વખાણ થયો છે, વેક્સિન બાબતે હોઈ કે અન્ય બાબતે ભારતનું નેતૃત્વ કરતા પરીએમ મોદીએ વિશ્વના લોકોની ખુબ પ્રસંશા મળએવી છે, ત્યારે હવે વધુ એક સફળતા પીએમ મોદીના લીસ્ટમાં ઉમેરાય છે.પીએમ મોદી ગ્લોબલ અપ્રૂવલ રેટિંગ વિશ્વના સૌથી વધુ સ્વીકાર્ય નેતા તરીકે ઊભરી આવ્યા છે.

અમેરિકન ડેટા ઈન્ટેલિજેન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા કરવામાં આવેલા એક સર્વેકમાં સ્વીકાર્યતા બાબતે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હાલ પણ યથાવત જોવા મળી છે,તેઓ વિશ્વના અનેક દેશોના નેતાઓને પઢાડીને આગળ જોવા મળ્યા છે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગ્લોબલ અપ્રૂવલ રેટિંગ 66 ટકા જોવા મળી છે.

આ સર્વેમાં જણાવ્યા પ્રમાણે કોરોનામહામારીમાં પણ પીએમ મોદી અમેરિકા, બ્રિટન, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝિલ, ફ્રાન્સ અને જર્મની સહિતના 13 મોટા દેશોના નેતાઓથી પણ આગળ રહ્યા છે.

આ સર્વેમાં આ સ્વીકાર્ય નેતા તરીકે પીએમ મોદીની અપ્રુવલ રેન્ટિંજ 66 ટકા જોવા મળી છે તો બીજી તરફ પીએમ મોદી પછી ઈટલીના પીએમ મારિયો ડ્રેગીનું સ્થાવન આવે છે જેમનો અપ્રૂવલ રેટિંગ 65 ટકા રહ્યો છે. આ મામલે ત્રીજા નંબર પર 63 ટકા રેન્કિંગ સાથે મૈક્સિકોના રાષ્ટ્રપતિ લોપેજ ઓબ્રેડોર  જોવા મળ્યા છે. આ જોતા એમ કહેવું ચોક્કસ રહે કે, વિશ્વની મહસત્તા ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન પણ આ ટોપ 3ના લીસ્ટમાંથી બહાર જોવા મળે છે, જ્યારે ભારતના પીએમ વિશ્વભરના નેતાઓથી આગળ જોવા મળ્યા છે જે પ્રથમ સ્થાને આવ્યા છે.