(મિતેષ સોલંકી)
- આંતરરાષ્ટ્રીય આહાર નીતિ સંશોધન સંસ્થા દ્વારા તાજેતરમાં વિયાશ્વિક આહાર નીતિ અહેવાલ જાહેર કરવામાં આવ્યો.
- આ વર્ષના પ્રકાશિત અહેવાલની થીમ – “Transforming Food Systems After COVID-19” હતી.
- COVID-19ના કારણે વિશ્વના મોટા ભાગમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને મોટાભાગની શાળાઓ તેમજ ડે કેર કેન્દ્રો ઘણા લાંબા સમય સુધી બંધ રાખવાની ફરજ પડી હતી.
- ઉપરોક્ત લોકડાઉનના કારણે મોટાભાના લોકો અને બાળકો મોંઘા અને પોષણયુક્ત આહાર (ફળ અને લીલા શાકભાજી)ના બદલે મુખ્ય અનાજનો ખોરાક લેવા લાગ્યા હતા.
- ભારતમાં ચાલતો મધ્યાહન ભોજન કાર્યક્રમ જે પ્રાથમિક શાળાના કુલ બાળકોમાંથી 80%ને આવરી લે છે તેના ઉપર પણ COVID-19ના લોકડાઉનની ઘણી ઊંડી અસર જોવા મળી છે.
- આ ઉપરાંત અગાઉના વર્ષ કરતાં મોટાભાગના ઘરની સ્ત્રીઓમાંથી 50% મહિલાઓનો ઘણો સમય ચૂલો સળગાવવા માટે લાકડા એકઠા કરવામાં અને પાણી લાવવામાં વ્યતિત થયો છે.
- જો કે ભારતે સ્થળાંતરીત શ્રમિકોને સામાજિક સુરક્ષા આપવાના અભિયાનની બાબતમાં ઘણી સફળતા પણ મેળવી છે.