Site icon Revoi.in

વૈશ્વિક ભુખમરો ઈન્ડેક્સઃ દેશમાં દર ચોથુ બાળક કુપોષણનો શિકાર

Social Share

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રોજગારીની નવી તકો ઉભી થઈ છે. તેમજ વિકાસના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં દુનિયામાં સૌથી વધુ ખાદ્યાન્ન ઉત્પાદકમાં ભારત બીજા ક્રમે છે. તેમ છતા ભારત ભુખમરો અને કુપોષમનો સામનો કરી રહ્યું થે. દેશમાં દર ચોથુ બાળક કુપોષણનો શિકાર હોવાનું જાણવા મળે છે.

વૈશ્વિક ભુખમરા ઇન્ડેક્સ 2020ના રિપોર્ટ અનુસાર 107 દેશોમાંથી માત્ર 13 જ દેશ જ કુપોષણના મામલામાં ભારત કરતા વધુ ખરાબ સ્થિતિ ધરાવે છે. વિશ્વમાં 69 કરોડ લોકો કુપોષિત છે. જ્યારે ભારતની 14 ટકા વસતી અલ્પપોષિત છે. હાલ ભારતમાં બાળ મૃત્યુ દર 3.7 ટકા છે. જોકે વિશ્વના અન્ય દેશોની સરખામણીએ આ ટકાવારી વધુ માનવામાં આવે છે. દેશમાં દર ત્રીજુ બાળક ઓછા કદનું છે. ગર્ભવતી મહિલાઓ ગરીબી, અજ્ઞાાનતા, શિક્ષણની ખામી વગેરેનો ભોગ બને છે જેને કારણે પણ બાળકો કુપોષણનો શિકાર બને છે. ભારતમાં દર બીજી મહિલાના શરીરમાં લોહીની કમી જોવા મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કુપોષણને નાથવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સગર્ભા મહિલાઓને પોષણ આહાર મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત કુપોષિત બાળકોને યોગ્ય આહાર મળી રહે તે માટે મધ્યાહન ભોજન યોજના સહિતના અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.