દહેરાદૂન – પ્રધાનમંત્રી મોદી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 ના ઉદ્ઘાટન માટે આજે ઉત્તરાખંડની મુલાકાતે પહોંચ્યા છે ઉત્તરાખંડમાં બે દિવસીય વૈશ્વિક રોકાણકારો પરિષદમાં દેશ અને વિશ્વના 5000 થી વધુ રોકાણકારો અને પ્રતિનિધિઓ ભાગ લેશે.
આ સહિત રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે અત્યાર સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ત્રણ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ પીએમ મોદી પહેલીવાર ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે.
આજરોજ સવારે 11 વાગ્યે આસપાસ પીએમ મોદી FRI પહોંચી ગયા છે. આ દરમિયાન તેણે સૌથી પહેલા અહીં રોડ શો કર્યો હતો. કેમ્પસમાં પહોંચતા જ સીએમ ધામીએ તેમનું સ્વાગત કર્યું હતું.
ત્યાર બાદ પીએમ મોદી અહીં સમિટ સંબંધિત પ્રદર્શનની મુલાકાત લેવા આવ્યા છે. આ સમયે તેમની સાથે સીએમ ધામી અને મુખ્ય સચિવ સંધુ હાજર જોવા મળ્યાં હતા . તેઓ ટૂંક સમયમાં રોકાણકારોની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. અહી મુખ્ય પંડાલ ઝોન બનાવવામાં આવ્યો છે, જેમાં 5000થી વધુ લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ઉદ્યોગપતિઓ માટે સોફા લગાવવામાં આવ્યા છે. તેમનાથી લગભગ 50 મીટર દૂર એક મોટું સ્ટેજ બનાવવામાં આવ્યું છે, જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રોકાણકારો સંમેલનનું ઉદ્ઘાટન કરશે.