Site icon Revoi.in

ગ્લોબલ મીડિયા કોંગ્રેસ (GAMC) આજથી ત્રણ દિવસ માટે અબુ ધાબીમાં શરુ થઇ.

Social Share

દિલ્હી: ગ્લોબલ મીડિયા કૉંગ્રેસ (GMC) નું પહેલું સંસ્કરણ  આજે અબુ ધાબીમાં રાષ્ટ્રપતિ કોર્ટના પ્રધાન શેખ મન્સૂર બિન ઝાયેદ અલ નાહયાન અને નાયબ વડા પ્રધાનના નેજા હેઠળ શરુ થયું. આ કોન્ફરન્સ-કમ-પ્રદર્શન આજથી શરુ કરીને ત્રણ દિવસ સુધી ચાલશે. જેનું આયોજન એમિરેટ્સ ન્યુઝ એજન્સી(ડબલ્યુએએમ)ની ભાગીદારીમાં ADNEC (એડ્નેક)ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આ ત્રિ-દિવસીય પ્રદર્શનની થીમ ‘મીડિયા ઇન્ડસ્ટ્રીના ભવિષ્યને આકાર આપવો’ એ છે. આ પ્રદર્શનમાં મીડિયા ક્ષેત્રે પાયાના 1200 થી વધુ જોડાયેલા લોકો કે જેમાં વિશેષજ્ઞ લોકો અને સમગ્ર દુનિયામાંથી છ ખંડોના ઇન્ફ્લુએન્સર્સ , ત્રીસથી વધુ ડિબેટમાં અને વર્કશોપમાં જોડાયા છે, જેમાં ૧૬૨થી વધુ તો ખ્યાતનામ વક્તાઓ સામેલ છે.

કોમ્યુનિકેશન અને આંતરરાષ્ટ્રીય સંબંધોના ડાયરેક્ટર અલી યોસેફ અલ્સાદે જણાવ્યું કે, “ અત્યારે મીડિયા સેક્ટરમાં અમે ઘણાં પડકારોનો સામનો કરી રહ્યાં છીએ. એકબીજા સાથે વાતચીત અને સંવાદ કરવાથી જ અનો ઉકેલ લાવી શકાશે. આ પડકારોને ઝીલીને ,દરેક પ્રકારના વિઘ્નોને તોડીને આગળ વધવું એ જ માત્ર મીડિયાને જીવંત રાખી શકશે.”

તેઓ વધુમાં જણાવે છે કે, “ડિજીટલ મીડિયા એક નવો પર્યાય છે. અને આ કોંગ્રેસમાં તેના વિષે ચર્ચા કરવી એ એક સારો વિચાર છે. યુવાન મીડિયાકર્મીઓને આ કોન્ફરન્સ અને વર્કશોપ દ્વારા એક સારું પ્લેટફોર્મ પૂરું પાડવાનો અમારો વિચાર છે અને સાથે જ, ટેકનોલોજીની નવી કંપનીઓ કે જે આ ક્ષેત્ર સાથે જોડાયેલી હોય,નવા વિચારો સાથે નવી સર્જનાત્મકતા લાવવા સજ્જ ક્રિએટરો, ડિજીટલ માર્કેટના નિષ્ણાતો, મનોરંજનના પ્રતિનિધિઓ અને મીડિયામાં ચાવીરૂપ સ્ટેકહોલ્ડર્સ, આ સૌને હીન જોડીને એકબીજાના વિચારો અને ટેકનોલોજીનું આદાનપ્રદાન થાય એ જ અમારો હેતુ છે.”

આ કોંગ્રેસમાં બહુ મોટા પ્રમાણમાં મીડિયા ક્ષેત્રના લોકોએ ભાગ લીધો છે અને તેનો ફાયદો વૈશ્વિક કક્ષાએ થશે તેવો અંદાજ પણ છે. સાથે જ અહીંની વર્કશોપ અને વિવિધ વ્યાખ્યાનો અને ચર્ચાઓ દ્વારા આ ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ આવશે તેવો અંદાજ છે.