ત્વચાને લગતી સમસ્યા પણ અત્યારના સમયમાં સામાન્ય થઈ ગઈ છે. લોકો દ્વારા ત્વચાની કાળજી રાખવા માટે અનેક પ્રકારના નુસ્ખાઓ ટ્રાય કરવામાં આવે છે પરંતુ ઉપાય મળતો નથી પણ જો આવામાં વાત કરવામાં આવે ગ્લિસરીનની તો તેનાથી અનેક પ્રકારની ત્વચાને લગતી સમસ્યા દુર થઈ શકે છે.
જાણકારી અનુસાર ગ્લિસરીન એન્ટી-એજિંગ ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. જો તમારી ત્વચા પર અકાળે કરચલીઓ છે તો ગ્લિસરીન તમારા માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે. તે તમારા ચહેરા પરથી કરચલીઓ દૂર કરવાનું કામ કરે છે. આ ઉપરાંત કેટલાક લોકોની ત્વચા એટલી શુષ્ક એટલે કે ડ્રાય હોય છે કે તેઓ મોંઘા મોઈશ્ચરાઈઝર અને લોશનનો ઉપયોગ કરે તો પણ તેની અસર થોડા સમય માટે જ રહે છે. ત્વચા પર શુષ્કતાને કારણે ખેંચાણ આવે છે. જો તમારી સાથે પણ આવી કોઈ સમસ્યા છે તો ગ્લિસરીન આ સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.
જે લોકોની ત્વચાના છિદ્રો જરૂર કરતાં વધુ હોય, ત્વચામાં ઢીલાપણું હોય, તેમણે નિયમિતપણે ગ્લિસરીનનો ઉપયોગ કરવો જોઈએ. ગ્લિસરીન ત્વચા માટે ટોનર તરીકે કામ કરે છે અને છિદ્રોને સંકોચાય છે અને અશુદ્ધિઓ સામે રક્ષણનું સ્તર બનાવે છે. આ ત્વચાને ટાઈટ કરે છે અને ચહેરાનું દેખાવ સારો રાખે છે.
ઉલ્લેખનીય છે કે આ લેખ માત્ર જાણકારી માટે તૈયાર કરવામાં આવ્યો છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી. ત્વચાને લગતી સમસ્યા માટે ડોક્ટરનો પણ સંપર્ક કરી શકાય છે.