વોટ્સએપને પાછળ છોડવા જીમેઇલ લાવ્યું નવું ફીચર,રિચાર્જ ના હોય તો પણ કોલ કરી શકાશે
- જીમેલમાં નવા ફીચર્સ સામેલ થયા
- રિચાર્જ ના હોય તો પણ કોલ કરી શકાશે
- નવી સુવિધાઓ અન્ય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ જેવી જ
ઇન્સ્ટન્ટ મેસેજિંગની દુનિયામાં વોટ્સએપનું વર્ચસ્વ યથાવત છે અને તેને કમજોર કરવા માટે ઘણી કંપનીઓ તેમનાથી થતા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. આ કારણે ગૂગલે તેની ઈમેલ સર્વિસ જીમેલમાં નવા ફીચર્સ સામેલ કર્યા છે. આ ફીચરની મદદથી યુઝર્સ ગૂગલ ચેટ વોઈસ અને વીડિયો કોલ કરી શકે છે. આ માટે અલગથી એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર રહેશે નહીં.
જીમેલ પરની આ નવી સુવિધાઓ અન્ય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ જેવી જ છે. ગૂગલે તેના પર કહ્યું છે કે,આ અપડેટ આવ્યા બાદ યુઝર્સ એપની મદદથી જ વીડિયો અને વોઈસ કોલ કરી શકશે.જો કે,કોલિંગ માટે એ પણ જરૂરી છે કે બંને યુઝર્સ લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરતા હોય. જો ઇન્ટરનેટની હાજરીમાં રિચાર્જ ન હોય તો પણ તમે કૉલ કરી શકશો.
રિપોર્ટ અનુસાર,એન્ડ્રોયડ અને આઈઓએસ બંને યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરી શકશે.આ માટે જીમેલ એપ ઓપન કરવી પડશે. આ પછી, તમારે ચેટ્સ ટેબ પર ક્લિક કરવાનું રહેશે.આ ફીચર Google Workspace યુઝર્સ માટે ડિફોલ્ટ રૂપે ચાલુ કરવામાં આવશે.
આ રીતે કરી શકો છો ઉપયોગ: કોલિંગ ફીચર માટે હવે ગૂગલ ચેટમાં ઉપર તરફ ફોન અને વીડિયો આઇકોન દેખાવાનું શરૂ થશે. કૉલ કરવા માટે યુઝર્સને આ આઇકોન પર ટેપ કરવું પડશે. જીમેલ બ્લુ બેનર દ્વારા કૉલ વિશે જણાવશે, જે સ્ક્રીનની ટોચ પર હશે.તે વ્યક્તિનું નામ અને કૉલની અવધિ પણ બતાવશે.
મિસ્ડ કોલ પણ જાણી શકશોઃ જો યુઝર્સ વીડિયો કે વોઈસ કોલ મિસ કરે છે તો તે આઈકન લાલ રંગમાં દેખાવા લાગશે. નવી કૉલિંગ સુવિધા વ્યક્તિગત Google એકાઉન્ટ ધરાવતા તમામ યુઝર્સ તેમજ Google Workspace, G Suite Basic અને બિઝનેસ ગ્રાહકો માટે રોલઆઉટ કરવામાં આવી રહી છે.