અમદાવાદ: ટેક્નોલોજી દિવસે ને દિવસે બદલાતી જાય છે અને સાથે સાથે મોડર્ન પણ થતી જાય છે. ટેક્નોલોજીમાં રોજ નવા નવા બદલાવ આવતા હોય છે ત્યારે જીમેઈલમાં પણ મોટો બદલાવ આવ્યો છે. જીમેઈલ દ્વારા પોતાની એપ્લિકેશનમાં એવું ફીચલ લોન્ચ કરવામાં આવ્યું છે કે જે પણ ફોટોને ઈમેલ કરવામાં આવશે તે ઓટોમેટીક ગુગલ પર સેવ થઈ જશે.
Googleની આ નવી અપડેટ save to photo બટન નામથી જોવા મળશે. હાલમાં gmailનું નવું અપડેટ માત્ર JPEF ફોર્મેટ માટે જ ઉપલબ્ધ થશે. આ ફીચર પર્સનલ gmail યૂઝર્સ, ગૂગલ વર્ક પ્લેસ, G Suite બેસિક, G Suite બિઝનેસ કસ્ટમર આવતા અમુક સપ્તાહમાં જ શરૂ કરવામાં આવશે. Gmailના નવા ફીચરને હાલમાં Add to Drive બટનની બાજુમાં મુકવામાં આવશે. જ્યાં ઈમેલ નો ફોટો તરીકે અટેચ કરવામાં આવે છે.
Gmailના નવા અપડેટ પછી તમે Gmail મેસેજમાં એક ફોટો અટેચમેન્ટ વિકલ્પ જોવા મળે તો તેનાથી તમે સીધું જ ઈ-મેઈલનો ફોટો Google photo પર સેવ કરી શકશો. આ Gmailના Save to photo બટન દ્વારા જ થઈ શકશે. કંપની અનુસાર, નવું ફીચર યુઝર્સને gmailથી ફોટો ડાઉનલોડ કરીને મેન્યુઅલી ફોટોનું Google Photo બેક અપ લેવાની સુવિધા ઉપલબ્ધ કરાવશે. આ ફીચર default તરીકે on થઈ જશે. આ રીતે યુઝર્સ Save photoની પસંદગી કરી શકશે. Google દ્વારા Gmailના નવા ફીચરને આવતા 15 દિવસમાં રોલ આઉટ કરવામાં આવશે.