અમદાવાદમાં જીએમડીસીના યુનિ. કન્વેશન હોલમાં 900 બેડની હોસ્પિટલ સપ્તાહમાં શરૂ થશે
અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા મ્યુનિ.કોર્પોરેશનની હોસ્પિટલ અને સોલા મેડિકલ કોલેજમાં વ્યવસ્થા વધારવા પ્રયત્ન ચાલુ છે. એક અઠવાડિયામાં GMDC ગ્રાઉન્ડમાં હોસ્પિટલ શરૂ થશે. 900 બેડની હોસ્પિટલ કેન્દ્ર સરકારની યોજના હેઠળ શરૂ થશે. મોટા ભાગના શ્વાસની તકલીફ વાળા આવે છે. માટે ઝડપથી ઓક્સિજન સાથે બેડ આપવામાં આવે તેવી વ્યવસ્થા કરીએ છીએ. તેમ રાજ્યના નાયબ મુખ્યપ્રાન નીતિન પટેલે જણાવ્યુ હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની હોસ્પિટલ અને , સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલી થાય એમ કોવિડના દર્દીઓને દાખલ કરી રહ્યા છીએ. ગમે તેટલી એમ્બ્યુલન્સની લાઈન લાગે બહાર 108માં ઓક્સિજન ચાલુ રાખી અને જગ્યા મળે એટલે દાખલ કરીશું. રાજ્યમાં લગભગ મહાનગરો અને 20 નગરમાં રાત્રી કર્ફ્યુ અમલમાં છે. 25 કે 30 ટકા લોકડાઉન ગણાય. ઘણા ગામડા, શહેરોમાં વેપારીઓ અને બજારો સ્વયંભુ બંધ રહે છે. હાલ લોકડાઉન કરવું ઉપયોગી નહીં થાય. લોકો પોતાની જવાબદારી નહીં સમજે ત્યાં સુધી સંક્રમણ નહીં અટકે. અનેક જગ્યાએ સમાજ અને સંસ્થા તરફથી કોવિડ સેન્ટર બનાવવા રજુઆત કરવામા આવે છે. તમામ સમાજ સંસ્થાને અભિનંદન આપીએ છીએ.પરંતુ સ્ટાફ અને વ્યવસ્થા ઉભી કરવું પડે. ઓક્સિજન બેડ, વેન્ટિલેટર પણ જરૂર પડે. સારવાર માટે સ્ટાફ જોઈએ. જેમને શ્વાસની તકલીફ નથી એ હોમ આઇસોલેટ થાય. માત્ર ગંભીર પ્રકારના દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થાય તે જરૂરી છે.