- ગોવામાં ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ
- બન્ને પક્ષ એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે
- બીજેપી જેતા સીટી રવિ એ રાહુલ ગાંઘી પર કર્યો કટાક્ષ
ગોવાઃ- વિધાન સભાની ચૂંટણીના બિગૂલ વાગી ચૂક્યા છે ત્યારે ચૂંટણી યોજાનાના રાજ્યોમાં તેના પડઘમ પડી રહ્યા છે, બીજેપી અને કોંગ્રેસ સહીતના પક્ષો પોતાની પાર્ટીને જીતાડવા માટે એડી ચોટીંનું જોર લગાવી રહ્યા છે આવી સ્થિતિ વચ્ચે ગોવામાં બીજેપીના નેતા સીટી રવિએ કોંગ્રેસ પર ભારે કરટાક્ષ કર્યો હતો.
કોંગ્રસ પર કટાક્ષ કરતા ભાજપના નેતા સીટી રવિએ કહ્યું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક પ્રવાસી રાજકારણી નેતા છે, જે ચૂંટણી પહેલા જ ગોવામાં આવે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની જેમ ભાજપ ચીન સાથે કરાર કરતું નથી. કોંગ્રેસે દેશ પ્રત્યે વફાદાર રહેવાની જરૂર છે.
આ સાથે જ તેમણે પશઅવિ બંગાળની રાજનિતી પર પ્રહાર કર્યા હતા, અને મમતા બેનર્જીને પોતાના રાજ્યને ગોવાની જેમ સારી કાયદાકિય વ્યવસ્થા વાળું બનાવા અપીલ કરી હતી,ગોવામાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના પ્રચાર અંગે બીજેપી નેતાએ, “હું અરવિંદ કેજરીવાલને નવી દિલ્હીમાં ગોવાની ડ્રેનેજ સિસ્ટમ લાગુ કરવા માટે કહું છું, જ્યારે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં ગોવા મોડલ અપનાવવું જોઈએ.” “હું તેમને ગોવામાં પશ્વિબંગાળ ન લાવવા અપીલ કરું છુ કારણ અહીં કરતા ત્યા વધુ અત્યારા અને બળાત્કાર થાય છે.
તેમણે ગોવાની વાત કરતા વધુમાં કહ્યું કે ગોવામાં કાયદો અને વ્યવસ્થા સારી છે. તેઓએ પશ્ચિમ બંગાળમાં પણ ગોવાની કાયદો અને વ્યવસ્થા લાગુ કરવી જોઈએ. બંગાળના માર્ગોને ગોવાની જેમ સુંગર બવનાવવા જોઈએ