Site icon Revoi.in

ગોવાના સીએમ પ્રમોદ સાવંતે રાજ્યપાલને સોપ્યું રાજીનામું – નવા સીએમને લઈને સસ્પેન્સ યથાવત

Social Share

 

ગોવાઃ- તાજેતરમાં વિધાનસભાની ટૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા જેમાં ભાજેપ જંગી જીત મેળવી છે, ચૂંટણી પરિણામોમાં પ્રમોદ સાવંતની પાર્ટી ભારતીય જનતા પાર્ટી 40 સભ્યોની વિધાનસભામાં 20 બેઠકો જીતીને રાજ્યમાં એકમાત્ર સૌથી મોટી શક્તિ તરીકે ઉભરી આવી હતી.ત્યારે હવે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શનિવારે રાજ્યમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો કરવા માટે  પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 

આજ રોજ શનિવારે બપોરે સીએમ સાવંત રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈને મળવા રાજભવન ગયા અને તેમને પોતાનું રાજીનામું સુપરત કર્યું. બાદમાં, સાવંતે પત્રકારોને જણાવ્યું હતું કે જ્યાં સુધી નવી સરકાર રચાય નહીં ત્યાં સુધી તેમને કાર્યપાલક મુખ્ય મંત્રી તરીકે ચાલુ રાખવા માટેનો આદેશ આપ્યો છે.

આજરોજ તેમણે કહ્યું કે “રાજ્યપાલે મને રાજ્યના કાર્યપાલક મુખ્ય પ્રધાન બનવા માટે નિમણૂક પત્ર આપ્યો છે,”.આ સાથે જ જણાવ્યુ હતું કે નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાની તારીખ પાર્ટીએ હાલ નક્કી કરી નથી,તેમણે વધુમાં જણાવ્યું કે પાર્ટીના કેન્દ્રીય નિરીક્ષકો ગોવા અને અન્ય ત્રણ રાજ્યોની મુલાકાત લેશેત્યારબાદ સંબંધિત રાજ્યોમાં શપથગ્રહણની તારીખો જાહેર કરવામાં આવશે,”જો કે આ અંગે તારીખ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.ઉલ્લેખનીય છે કે  ચૂંટણીના પરિણામો બાદ પાર્ટી સીએમનો ચહેરો નવો લાવી શકે છે.આ સાથએ જ નવા સીએમને લઈને પ્રક્રિયાઓ પણ શરુ કરવામાં આવી છે જો કે હાલ તે વાત પર સસ્પેન્સ યથાવત રહ્યું છે.