- મહારાષ્ટ્રમાં બકરીઓની બેંક કાર્યરત
- આ બેંક બકરી જમા કરાવવામાં આવે છે
આપણે બેંક સાંભળીએ એટલે તરત પૈસા યાદ આવે, અને આવે પણ કેમ નહી બેંક એટલે સામાન્ય રીતે રોકાણ કરવા માટેની ખાસ સલામત જગ્યા છે,અનેક લોકો વ્યાજ કમાવાની દ્રષ્ટિથી બેંકમાં લાખો રુપિયા જમા કરાવે છે,જો કે આ બેંકથી એક ખાસ અલગ પ્રકારની બેંક મહારાષ્ટ્રમાં કાર્ય કરી રહી છે,આ બેંકથી ઘણા લોકોને ઘણો મોટો નફો થવા પામ્યો છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ બેંક પૈસાની બેંક નથી પરંતુ બકરીઓની બેંક છે.
ગોટ બેંક ઓફ કારખેડા – બકરીઓ બેંક વિશેની બેંક સાંભળતા દરેકને નવાઈ તો લાગશે જ, . વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રના 52 વર્ષિય નરેશ દેશમુખ મહારાષ્ટ્રના અકોલામાં બકરીઓની બેંક ચલાવે છે. તે અકોલા જિલ્લાના સંઘવી મોહાલી ગામમાં ગોટ બેંક ઓફ કોરખેડાનું સંચાલન કરી રહ્યા છે.
મજુરવર્ગ અને બકરી પાલન વર્ગ પાસેથી મળી તમેને બકરી બેંક ખોલવાની પ્રેરણા
નરેશ દેશમુખે આ અંગે જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં બકરી ઉછેર કરનારા મહેનતુ અને પ્રામાણિક મજૂરોના પરિવારો પાસેથી તેમને આ અનોખી બકરી બેંક ખોલવાની પ્રેરણા મળી છે. તેમણે નોંધ્યું કે આ પરિવારો મજુરી કામ કરે છે અને સાથે બકરીઓ ઉછેરે છે, જે તેમને આર્થિક મદદ કરે છે. આ કાર્યની સાથે, આ પરિવારો નાની મોટી જમીન ખરીદી બાળકોનો અભ્યાસ અને લગ્ન કરી શકશે.
40 લાખના રોકારણ સાથે આ બકરી બેંકનો કર્યો હતો આરંભ
નરેશે જણાવ્યું કે 4 જુલાઈ 2018 ના રોજ તેમણે 40 લાખ રૂપિયાના રોકાણ સાથે બકરી બેંક ખોલી અને 340 બકરીઓ ખરીદી. તેમણે આ બકરીઓને લોન કરાર તૈયાર કરીને તે 340 કામદારો અને નાના ખેડૂત પરિવારની મહિલાઓને ઉપલબ્ધ કરાવી. દરેક મહિલા પાસેથી રજિસ્ટ્રેશન ફી 1200 રુપિયા લઈને તેમને ગર્ભવતી બકરીઓ આપવામાં આવી હતી.
મહિલાઓ પાસે કરાવવામાં આવેલા કરારની શરતો પ્રમાણે, કરાર કરનારી મહિલાએ 40 મહિનામાં બકરીના બદલામાં ચાર બકરીના બચ્ચાને બેંકમાં પાછા જમા કરાવવાના હોય છે.
આ 40 મહિનાના સમયગાળઆ દરમિયાન આ મહિલાઓને 30 બકરીના બચ્ચા મળે છે.જેમાં 4 બચ્ચા બહેંકને આપતા તેમના બેંપાસે 26 બચ્ચાઓ રહે છે. અનુમાન મુજબ દરેક મહિલાને આ રીતે લગભગ અઢી લાખ કરોડ રૂપિયાનો નફો મળે છે. દેશમુખે કહ્યું કે હવે આ બેંકના 1200 થી વધુ ડિપોઝિટર્સ છે.
જ્યારે જુલાઈ વર્ષ 2018 માં નરેશે બેંક શરૂ કરી ત્યારે 800 બકરાનાં બચ્ચાઓ તેમને પાછા મળ્યા હતા. જ્યારે તેઓ મોટા થયા, બેંકે તેમને આશરે 1 કરોડની આવક કરાર પર વેચી દીધા હતા.ઉલ્લેખનીય છે કે,બકરીની કિંમત તેના વજન દ્વારા નક્કી કરવામાં આવે છે. તેનું વજન 35 થી 52 કિલો થઈ શકે છે. તે પ્રામણએ તેની કિંમત 12,000 થી 18,000 રૂપિયાની વચ્ચે પણ હોઈ શકે છે.
દેશમુખે તેની કવાયતને પેટન્ટ પણ આપી દીધી છે. તેમણે કારખેડા એગ્રિ પ્રોડ્યુસર્સ નામની કંપની સ્થાપી છે. તેમનો ઉદ્દેશ આવતા વર્ષે મહારાષ્ટ્રમાં 100 બકરી બેંક ખોલવાનો છે. તેમણે મહિલા આર્થિક વિકાસ પરિષદ સાથે એમઓયુ પર હસ્તાક્ષર પણ કર્યા છે. એમઓયુ પર હસ્તાક્ષર દરમિયાન મહારાષ્ટ્રના મહિલા બાળ કલ્યાણ પ્રધાન યશોમતી તાઈ ઠાકુર અને મહિલા મહિલા વિકાસ વિકાસ મહામંડળના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. એમઓયુ મુજબ, મહિલા આર્થિક વિકાસ બોર્ડ દ્વારા મહિલાઓમાં બકરાનું વિતરણ અને સમગ્ર મહારાષ્ટ્રમાં બકરીઓના બાળકોના સંગ્રહની જવાબદારી લેવામાં આવી છે.
સાહિન-