Site icon Revoi.in

બકરીનું દૂધ છે અનેક ગુણોથી ભરપુર, જાણો તેને પીવાથી સ્વાસ્થ્યને થતા અનેક ફાયદાઓ

Social Share

સામાન્ય રીતે આપણે સૌ કોી ભેંસના દૂધથી વિશેષ ગાયના દૂઘને મહત્વ આપીએ છીએ  જો કે ડોક્ટર્સ પણ વૃદ્ધોથી લઈને બાળકોને ગાયનું દૂધ પીવડાવવાનું કહે છે પણ ઘણા ઓછા લોકો જાણતા હશે કે ગાય ભેંસ કરતા પણ બકરીનું દૂધ દરેક લોકો માટે ખૂબ જ હેલ્ઘી ગણાય છએ,બકરીના દૂધમાં એવા પોષક તત્વો રહેલા છે જે જૂનામાં જૂની ખાસીને પમ દૂર કરવાનું કાર્ય કરે છે,તો ચાલો જાણીએ બકરીના દૂધના બીજા ઘણા ફાયદાઓ.

પાચનમાં સરળ છે બકરીનું દૂધ

બકરીનું દૂધ પચાવવામાં ખૂબ જ સરળ હોય છે જેથી નાના બાળકો માટે આ દૂધ બેસ્ટ ઓપ્શન કહીએ તો કંઈક ખોટૂ નથી, સામાન્ય રીતે લોકો પાચનક્રિયાની સમસ્યાનો સામનો કરે છે. કહેવાય છે કે રોજ ગાય કે ભેંસનું દૂધ પીવાથી પેટની સમસ્યા દૂર થાય છે. પરંતુ જો તમે બકરીનું દૂધ પીશો તો તમને પેટની સમસ્યાઓ સિવાય પણ ઘણી સમસ્યાઓથી છુટકારો મળશે.આ દૂધ દરેકના પેટમાં સરળતાથી પચી જાય છે. બકરીના દૂધમાં લિપિડ કણો ગાયના દૂધ કરતા ઘણા ઓછા હોય છે. બકરીનું દૂધ વધુ સુપાચ્ય હોય છે કારણ કે મોટી સંખ્યામાં ફેટ ગ્લોબ્યુલ્સ નાના વ્યાસવાળા હોય છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ વધુ માત્રામાં હોય છે. 

પેટની બળતરા દૂર થાય છે

એક  સંશોધનમાં જાણવા મળ્યું છે કે બકરીનું દૂધ પીવાથી આંતરડાની બળતરા ઓછી થાય છે. દરરોજ એક ગ્લાસ બકરીનું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જે એસિડીટી જેવી બીમારીમાં ખૂબ જ આરામ આપે છે.

હાડકાને મજબૂત બનાવે છે

આ સહીત જે લોકોના કેલ્શિયમની ઉણપને કારણે હાડકાં નબળા પડી જાય છે. બકરીનું દૂધ પીવાથી કેલ્શિયમની ઉણપ પૂરી થાય છે અને તેનાથી હાડકાં મજબૂત થાય છે. બકરીના દૂધમાં સેલેનિયમ મિનરલ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ ખનિજ શરીરને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે.

બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે

બકરીનું દૂધ હૃદયને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક છે. તેનાથી કોલેસ્ટ્રોલ સંતુલિત રહે છે. હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવામાં પણ બકરીનું દૂધ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોવાથી તે બ્લડપ્રેશરને પણ યોગ્ય રાખે છે.

પ્રોટીનનો સ્ત્રોત છે આ દૂઘ

આ સહીત શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે પ્રોટીન જરૂરી છે અને પ્રોટીન માટે બકરીનું દૂધ સૌથી યોગ્ય છે. જો તમે ઈચ્છો છો કે બાળકોનો વિકાસ યોગ્ય રીતે થાય અને તેમને યોગ્ય માત્રામાં પ્રોટીન મળે તો શ્રેષ્ઠ વિકલ્પ બકરીનું દૂધ છે. બકરીનું દૂધ યૌન શક્તિ વધારવામાં ખૂબ જ ફાયદાકારક છે.