Site icon Revoi.in

ગુજરાતમાં 2002ના કોમી તોફાનોનું મુખ્ય કારણ ગોધરા હત્યાકાંડઃ અમિત શાહ

Social Share

નવી દિલ્હીઃ ગુજરાતમાં 2002માં થયેલા કોમી તોફાનોના કેસમાં નરેન્દ્ર મોદી સામે કરેલી પૂર્વ સાંસદ અહેસાન ઝાફરીના પત્ની જાકીયા ઝાફરીની અરજી ફગાવીને તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટે ક્લીનચીટ આપી છે. આ અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે,  વર્ષો સુધી મોદીને નજીકથી આ પીડાનો સામનો કરતા જોયા છે કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી, તેથી બધું સાચું હોવા છતાં અમે કંઈ કહીશું નહીં. નરેન્દ્ર મોદી ખૂબ જ મજબૂત મનના માણસ છે. કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, ટ્રેનમાં આગ પછીની ઘટનાઓ પૂર્વ આયોજિત ન હતી પરંતુ સ્વ-પ્રેરિત હતી. 2002ના ગુજરાત રમખાણોમાં લઘુમતી વિરોધી ષડયંત્રના કોઈ પુરાવા નથી.

તેમણે વધુમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સાબિત થયું છે કે તમામ આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા. ભાજપ વિરોધી રાજકીય પક્ષો, કેટલાક વિચારધારા માટે રાજકારણમાં આવેલા પત્રકારો અને એનજીઓએ મળીને આરોપોનો એટલો બધો પ્રચાર કર્યો અને તેની ઇકોસિસ્ટમ એટલી મજબૂત હતી કે લોકો તેમના પર વિશ્વાસ કરવા લાગ્યા. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે ઝાકિયા જાફરી કોઈ બીજાના નિર્દેશ પર કામ કરતી હતી.

એનજીઓએ ઘણા પીડિતોના સોગંદનામા પર સહી કરી છે અને તેઓને જાણ પણ નથી. બધા જાણે છે કે તિસ્તા સેતલવાડની એનજીઓ આ બધું કરતી હતી. તે સમયની યુપીએ સરકારે એનજીઓને ઘણી મદદ કરી છે. ગુજરાતમાં અમારી સરકાર હતી પરંતુ યુપીએ સરકારે એનજીઓને મદદ કરી છે. આ માત્ર મોદીજીની છબી ખરાબ કરવા માટે કરવામાં આવ્યું હતું.