Site icon Revoi.in

લાંબા પ્રવાસ પર જાવ છો? આ વાતને ભૂલતા નહીં

Social Share

ફરવાનું તો ભાગ્ય જ કોઈ વ્યક્તિ એવું હોય કે જેને ન ગમતું હોય, લોકો જ્યારે પણ કોઈપણ વસ્તુંથી કંટાળે ત્યારે તે ફરવા જવાનું વિચારતા હોય છે અથવા પ્લાન કરતા હોય છે. પણ હવે જે લોકો લાંબા પ્રવાસ માટે ફરવાનું વિચારે છે તે લોકોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં ઓછા બજેટમાં પણ જઈ શકાય છે. પહાડો ગમે કે દરિયો, પસંદગી પ્રમાણે સ્થળ પસંદ કરો અને આ સિવાય સીઝન પ્રમાણે ડેસ્ટિનેશન પસંદ કરો, જેથી ત્યાં જઈને તેનો ભરપૂર આનંદ લઈ શકાય. આ ઉપરાંત યોગ્ય અને સલામત રહેવા માટે રોકાણ સ્થળ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે અગાઉથી જ હોટલ વિશે ઓનલાઈન માહિતી લો. ત્યાં રિવ્યૂઝ વાંચો. રોકાણ સ્થળ આરામદાયક હોવું જોઈએ અને મુલાકાત લેવાના સ્થળોથી ખૂબ દૂર ન હોવું જોઈએ.

કોઈપણ જગ્યાએ મર્યાદિત સમય માટે જ જાઓ છો, તેથી ત્યાં બધું ફરવું શક્ય નથી. તેથી, તે વિસ્તાર વિશે અગાઉથી સંશોધન કરો અને જે સ્થાનો જોવા માગો છો તેને પ્રાથમિકતા પર રાખીને યાદી તૈયાર કરો. જે લોકોને મળો છો તેઓ ત્યાં ગયા હોય તો તેમની પાસેથી સ્થળ, હોટેલ, રેસ્ટોરન્ટ વગેરે વિશે માહિતી લો. તેનાથી ઘણી સગવડ મળશે.