ટ્રેકિંગ એક મનોરંજક અને રોમાંચક અમુભવ છે, પણ પહેલી વાર ટ્રેકિંગ પર જવા વાળા લોકો માટે થોડીક જરૂરી વાતો જાણવી ખુબ જરૂરી છે. આ ટીપ્સ યાત્રાને સેફ ને આનંદદાયક બનાવશે.
સરખી તૈયારી: ટ્રેકિંગ કરતા પહેલા સરખી તૈયારી કરો. તમારા ફિટનેસ લેવલ પ્રમાણે ટ્રેક પસંદ કરો. શરૂઆતમાં નાના અને સરળ ટ્રેક પસંદ કરો, જેથી તમને વધારે પરેશાનીનો સામનો ના કરવો પડે. ટ્રેકિંગ માટે મજબૂત અને આરામદાયક પગરખા પહેરો. એક સારુ બેગ લો જેમાં બધો જરૂરી સામાન આવી શકે. હલ્કા અને આરામદા.ક કપડા પહેરો જે મોસમને અનુકુળ હોય.
પાણી અને ભોજન: ટ્રેકિંગ દરમિયાન પૂરતું પાણી પીઓ. હલ્કો અને પૌષ્ટિક ખોરાક રાખો, જેવી રીતે ફળો, બદામ અને એનર્જિ બાર. તેનાથી તમને એનર્જી મળશે અને થાક અનુભવશો નહીં.
નેવિગેશન ને સેફ્ટી: તમારા ટ્રેકિંગ રૂટને સરખી રીતે જાણી લો અને એક નકશો કે GPS સાથે રાખો. તમા પરિવાર કે દોસ્તોને ટ્રેકિંગ પ્લાન વિશે જણાવો. ગ્રુપમાં ટ્રેકિંગ કરવુ હંમેશા સેફ રહે છે.
મેડિકલ કિટ: તમારા જોડે એ નાની પ્રાશમિ સાવાર કીટ રાખો. તેમાં પાટો, એનટિસેપ્ટિક ક્રીમ, પેઈનકિલર ને બીજી જરૂરી દવાઓ હોવી જોઈએ. ઈજા કે અન્ય કોઈ હેલ્થ સમસયા માટે તૈયા રહો.