Site icon Revoi.in

ગોલ્ડ જ્વેલરી અને ગોલ્ડ આર્ટીફેક્ટ્સઃ હોલમાર્કિંગ સિસ્ટમ હેઠળ વધારાના 55 નવા જિલ્લાઓને આવરી લેવાશે

Social Share

નવી દિલ્હીઃ ગોલ્ડ જ્વેલરી અને ગોલ્ડ આર્ટીફેક્ટ્સ (ત્રીજો સુધારો) ઓર્ડર, 2023 દ્વારા ફરજિયાત હોલમાર્કિંગનો ત્રીજો તબક્કો 8 સપ્ટેમ્બર, 2023 થી અમલી કરવામાં આવે છે. ફરજિયાત હોલમાર્કિંગનો ત્રીજો તબક્કો ફરજિયાત હોલમાર્કિંગ સિસ્ટમ હેઠળ વધારાના 55 નવા જિલ્લાઓને આવરી લેશે, જેથી ફરજિયાત હોલમાર્કિંગ હેઠળ આવરી લેવામાં આવેલા જિલ્લાઓની કુલ સંખ્યા 343 થઈ જશે. ફરજિયાત હોલમાર્કિંગ હેઠળ નવા ઉમેરાયેલા 55 જિલ્લાઓની રાજ્યવાર યાદી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS), www.bis.gov.in પર હોલમાર્કિંગ વિભાગ હેઠળ ઉપલબ્ધ છે. ભારત સરકારે 8 સપ્ટેમ્બર, 2023 ના રોજ આ આદેશની સૂચના આપી હતી.

BIS પ્રથમ તબક્કામાં દેશના 256 જિલ્લાઓમાં ફરજિયાત હોલમાર્કિંગના અમલીકરણમાં સફળ રહ્યું છે જ્યારે બીજા તબકકામાં વધારાના 32 જિલ્લાઓ આવરી લઈને 4 લાખથી વધુ સોનાની વસ્તુઓને HUID સાથે હોલમાર્ક કરવામાં આવી છે. ફરજિયાત હોલમાર્કિંગના અમલીકરણથી, નોંધાયેલા જ્વેલર્સની સંખ્યા 34,647 થી વધીને 1, 81,590 થઈ ગઈ છે, જ્યારે  હોલમાર્કિંગ કેન્દ્રો (AHCs) 945 થી વધીને 1471 થઈ ગયા છે. અત્યાર સુધીમાં HUID સાથે સોનાના દાગીનાના 26 કરોડથી વધુ આર્ટિકલ હોલમાર્ક કરવામાં આવ્યા છે.

ગ્રાહકોને BIS કેર એપમાં ‘વેરીફાઈ HUID’ નો ઉપયોગ કરીને ખરીદેલ HUID નંબર સાથેની હોલમાર્કવાળી સોનાની જ્વેલરી વસ્તુઓની અધિકૃતતા અને શુદ્ધતા ચકાસવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. BIS કેર એપના ડાઉનલોડની સંખ્યા 2021-22 દરમિયાન 2.3 લાખથી વધીને વર્તમાન નાણાકીય વર્ષમાં 12.4 લાખ થઈ ગઈ છે.