Site icon Revoi.in

સોનાના ભાવમાં થયો વધારો, 10 ગ્રામ સોનાનો ભાવ 49 હજારની સપાટી પર

Social Share

અમદાવાદ: મોંઘવારી હવે એ રીતે વધી રહી છે કે તમામ ક્ષેત્રોમાં દરેક વસ્તુનો ભાવ વધી રહ્યો છે. સોનાના ભાવમાં પણ આજે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર ઓગસ્ટ મહિનાના પ્રારંભમાં આઠ મહિનાની નીચી સપાટીએ સોનાના ભાવ સરકયા બાદ ફરી સોનામાં તેજી વર્તાઈ રહી છે.

બીજી તરફ પેલેડીયમના ભાવમાં પણ જોરદાર વધારો થયો છે. પેલેડીયમનો ભાવ 2400 ડોલરને પાર કરી જતા સોનાના ભાવમાં તેની અસર જોવા મળે છે. એક તરફ દેશભરમાં હોલમાર્કના નિયમ નો વિરોધ થઇ રહયો છે ત્યારે બીજી તરફ સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. થોડા સમય પહેલા સોનાનો ભાવ 46000એ પહોંચ્યા બાદ ફરી ભાવ ઊચકાયો છે.

અમદાવાદ બજારમાં ભાવ ઉછળતાં રાજકોટની બજારમાં પણ સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂપિયા ૪૯ હજારની સપાટી વટાવી ગયા છે. ગઈકાલે બધં માર્કેટ થવાના સમયે રૂ.૪૯૯૭૧ નોંધાયા હતા ત્યારે આજે ખૂલતી બજારે ભાવમાં મુવમેન્ટ આવે તેવું જ વેપારીઓ જણાવી રહ્યા છે.

રાજકોટની સોની બજારમાં સોનાના ભાવ જીએસટી વગર રૂ.47221 અને 10 ગ્રામના રૂ.49000 નોંધાયા છે, અત્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.64500 રહયા છે.