Site icon Revoi.in

સોનાના ભાવમાં ચાર દિવસમાં ત્રીજી વખત નોંધાયો ઘટાડો – ચાંદીના ભાવ પણ ઘટ્યા

Social Share

દિલ્હીઃ- સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે, ત્યારે આજ રોજ ફરી એક વખત સોનાના ભાવ ઘટેલો જોવા મળ્યો છે. રાષ્ટ્રીય વાયદા  બજારમાં આજ રોજ સવારે સોનાના ભાવમાં 260 રૂપિયા તૂટીને 49060ની આસપાસ રહ્યો છે. ફેબ્રુઆરી વાયદાના ભાવમાં 0.67 ટકાનો કડાકો બોલાતા સોનાનો ભાવ 49 હજારની અંદર આવી પહોંચ્યો છે.

ચાર દિવસની અંદર આ ત્રીજી વખત સોનું સસ્તુ થયેલું જોવા મળી રહ્યું છે, બે દિવસ પહેલા શુક્રવારના રોજ સોનું 213 રૂપિયાની મજબૂતી સાથે બંધ થયું હતું. આ સાથે જ સોનું આજ રોજ 49054 રૂપિયા સુધી પહોંચી ચૂક્યું છે

ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન જ સોનનો ભાવ 57 હજાર 100ના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું હતું, આ કિમંત પ્રમાણે જો છેલ્લા મહિનાની સરખામણીની વાત કરવામાં આવે તો સોનાના ભાવ આજ રોજની સરખામી પ્રમાણે 7 હજાર જેટલા પછડ્યા છે.

જો કે સોના સાથે ચાંદીના ભાવમાં પણ સતત ઘટાડો ચાલુ  જ રહ્યો છે. MCX ચાંદીનો માર્ચ વાયદા 380 રૂપિયાની નબળાઇ સાથે 63 હજાર 350 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે, આટલા મહિનાની સરખામણીમાં ચાંદીના ભાવમાં સામાન્ય વધાર જોવા મળ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે. વૈશ્વિક અર્થતંત્રમાં સુધારા શક્યતાઓ અને કોરોનાની વેક્સિન માર્કેટમાં આવવાની સાથે પીળી ઘાતુ પર દબાણ છે, આ સાથે જ હવે સોનાનો ભાવ 49 હજાર 300એ પહોંચ્યો છે.

સાહિન-