Site icon Revoi.in

ગોંડલ માર્કેટ યાર્ડ આજથી 8 દિવસ માટે બંધ,જાણો શું છે કારણ

Social Share

 રાજકોટ : નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આરે છે.ત્યારે કંપનીથી લઈને નાના એકમોના માલિકો પોતાના હિસાબી વ્યવહારો પૂર્ણ કરવાની તૈયારીમાં લાગી ગયા છે.સોરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજાને લઈને એક સપ્તાહ સુધી યાર્ડમાં હરાજી સહિતના કામકાજ બંધ રહેશે અને 2 એપ્રિલથી યાર્ડની મોટાભાગની કામગીરી શરૂ કરવામાં આવશે.

જો વાત કરવામાં આવે ગોંડલ માર્કેટ યાર્ડની તો યાર્ડ આજથી 8 દિવસ બંધ રહેશે. માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગના હિસાબ કિતાબોને લઈને આજથીથી યાર્ડમાં વિવિધ જણસીઓની આવકો બંધ કરવામાં આવી છે.

યાર્ડના સત્તાધીશોના જણાવ્યા મુજબ ગોંડલ માર્કેટ યાર્ડ તારીખ 25 માર્ચથી એટલે કે આજથી 2 એપ્રિલ સુધી બંધ રહેશે.ત્યારે આજથી યાર્ડમાં તમામ જણસીઓની આવકો બંધ રહેશે અને ખેડૂતોને પણ જણસીઓ યાર્ડમાં નહી લાવવાનું જણાવેલ છે.આમ,નવા નાણાકીય વર્ષથી કામકાજ રાબેતા મુજબ શરૂ થશે તેમ યાર્ડના સત્તાધીશો જણાવી રહ્યા છે.

આજથી ગોંડલ માર્કેટ યાર્ડ બંધ હોવાથી યાર્ડના ગ્રાઉન્ડ અને રસ્તાઓ સુમસામ જોવા મળશે. બીજી તરફ ગોંડલ માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડની રજાઓને લઈને યાર્ડના વેપારીઓ, દલાલો માર્ચ મહિનાના હિસાબ કિતાબોના કામકાજોમાં લાગશે. તા. 25/3/2022થી તા. 2/4/2023 સુધી ખેડૂતોએ કોઈ પણ પ્રકારની જણસી લઈને આવવું નહીં તે અંગેની યાર્ડના સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

જોકે,એક અઠવાડિયાની રજા બાદ યાર્ડ શરૂ થશે ત્યારે આવક અને વેપાર વધારે થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ સમય દરમિયાન સૌથી વધુ આવક ઘઉં, ધાણા, જીરું, મરચાં સહિતના મસાલામાં થશે.