Site icon Revoi.in

ગોંડલ માર્કેટયાર્ડમાં લાલ મરચાની એક લાખ ભારીની આવક, ટ્રક હડતાળને માલનો ભરાવો

Social Share

ગોંડલઃ  સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાલ રેશમપટ્ટી લાલા મરચાની ધૂમ આવક થઈ રહી છે. સોમવારે લાલ મરચાની એક લાખ ભારીની આવક થઈ હતી. બીજીબાજુ ટ્રક હડતાળને કારણે માલનો નિકાલ ન થઈ શકતા મરચાની હરાજી બંધ કરવાની ફરજ પડી હતી. માર્કેટ યાર્ડમાં હરાજી બંધ થતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. 60થી 70 વીઘા જમીન પર મરચું ઉતારવામાં આવ્યું છે. યાર્ડમાં મરચું ઉતારવા માટે જગ્યા ન હોવાથી હરાજી બંધ કરવામાં આવી છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ મરચા માટે દેશભરમાં પ્રખ્યાત છે. દેશ-વિદેશના વેપારીઓ ગોંડલનું મરચું ખરીદવા માટે માર્કેટિંગ યાર્ડમાં આવે છે. વહેલી સવારથી માર્કેટિંગ યાર્ડમાં મરચાની ખરીદી શરૂ કરાઈ હતી. ગોંડલના પ્રખ્યાત લાલ ચટાક મરચાની 1700થી 1800 વાહનોની આવક નોંધાઈ હતી. જ્યારે માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 1 લાખ ભારીની આવક નોંધાઈ છે. યાર્ડની બંને બાજુ છથી સાત કિલોમીટર વાહનોની લાઈન હતી. ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખી રજીસ્ટ્રેશન વગર વાહનોને આવક શરૂ કરાઈ હતી. 60થી 70 વીઘા જમીન પર મરચું ઉતારવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ટ્રક હડતાળના કારણે સોમવારે મરચાની હરાજી ચાલુ કરવામાં આવી ન હતી. માર્કેટ યાર્ડમાં મરચું ઉતારવા માટે જગ્યા ન હોવાથી હરાજી બંધ કરવામાં આવી છે.

સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સમગ્ર દેશમાં ગોંડલ  રેશમપટ્ટી લાલ મરચાને લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. યાર્ડમાં મરચાની એક લાખ ભારીની આવક થઈ હતી. હાલમાં મરચાના ભાવ પ્રતિ 20 કિલોએ રૂ.1100થી 4200 સુધીના છે. ગત વર્ષની સરખામણી મરચાનો ભાવ પ્રતિમણ રૂ. 600થી 700 ઓછો છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું કે, ગોંડલનું મરચું વિદેશોમાં વધુ એક્સપોર્ટ થતું હોય છે. યાર્ડમાં સાનિયા મરચું, રેવા, 702, સિજેન્ટા, અને ઓજસ મરચાં સહિતની વિવિધ વેરાયટીના મરચા ગોંડલ યાર્ડમાં આવે છે.