રાજકોટઃ સૌરાષ્ટ્રના મોટા ગણાતા ગોંડલના માર્કેટ યાર્ડમાં લસણની દોઢ લાખ ગુણીની આવકથી યાર્ડ ઊભરાયું છે. યાર્ડની બહાર લસણની ગુણીઓ ભરેલા વાહનોની કતારો જોવા મળી રહી છે. લસણની કવોલિટીને લઇ ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળતા હોવાની પણ રાવ ઉઠી છે.લસણની હરાજી ચાલુ થતાં ખેડૂતોને 20 કિલોના ભાવ 200થી 750 સુધીના ભાવ ઉપજ્યા હતા. બહારના વેપારીઓ પણ લસણની ખરીદી માટે આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રનું અગ્રીમ સ્થાન ધરાવતું અને ગુજરાતનું નં.૧ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની ઐતિહાસિક આવક નોંધાઇ છે. લસણની મબલખ આવક અંદાજે દોઢ લાખ બોરી કરતા વધુ નોંધાતા ગોંડલ માર્કેટ યાર્ડ લસણથી ઉભરાઇ ગયું હતું. માર્કેટ યાર્ડમાં લસણની આવક નોંધાતા યાર્ડના મુખ્ય ગેઇટથી બન્ને બાજુ 4થી 5 કિ.મી. 1500થી 1600 વાહનોની લાંબી કતરો લાગી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. લસણની હરાજી ચાલુ થતાં લસણની હરરાજીમાં ખેડૂતોને 20 કિલોના ભાવ 200થી 750 સુધીના બોલાયા હતાં.
આ ભાવને લઇ ખેડૂતોમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી. જેમાં લસણની બમણી આવક થતાં અને અન્ય રાજયોમાં પણ લસણની મબલખ આવક કારણભૂત હોઇ સાથે સાથે માલની કવોલિટીને અનુલક્ષી ભાવો મળતા હોય છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઇ હતી. લસણની હરરાજીમાં ખેડૂતોને 20 કિલોના ભાવ 200થી 750 સુધીના બોલાયા હતાં. જો કે અન્ય માર્કેટ યાર્ડ કરતા ગોંડલ યાર્ડમાં ખેડૂતોને પોતાનો માલનો પૂરતો ભાવ મળતો હોવાથી અન્ય જિલ્લમાંથી પણ ખેડુતો લસણ વેચવા માટે આવી રહ્યા છે.