Site icon Revoi.in

ગોંડલના પ્રખ્યાત સૂકા મરચાની આવક શરૂ,ગત વર્ષ કરતા આ વર્ષે આવકમાં વધારો 

Social Share

રાજકોટ :સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત ગોડલીયા સૂકા મરચાની 35000 હજાર ભારીની આવક સાથે સૂકા મરચાની આવક ના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા.જેમાં સાનિયા,ઓજત, 702 જેવી તીખા મરચાની જાત ની આવક થવા પામી છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા, વા.ચેરમેન કનકસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે,ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજ થી સૂકા મરચાની આવક શરૂ કરવામાં આવી છે.હજુ પણ આવતા દિવસોમાં મરચાની આવકમાં વધારો જોવા મળશે.ગતવર્ષની આવકની સરખામણીમાં આ વખતે મરચાની આવકમાં વધારો જોવા મળ્યો હતો. હરરાજીમાં 20 કિલો ના ભાવ 1500 થી 2300 સુધી ના ભાવ બોલાયા હતા.

મરચાની આવકની સાથે મગફળીની 1 લાખ ગુણીની આવક જોવા મળી હતી.હરરાજી માં 20 કિલો ના 1000 થી 1200 સુધીના ભાવ બોલાયા હતા. કપાસની 20 હજાર મણની આવક થવા પામી હતી. હરરાજીમાં કપાસ ના 20 કિલોના 1000 થી 1700 સુધીના ભાવ બોલાયા હતા.